ગુજરાતી ફિલ્મ એટલે નામ સાંભળતાની સાથે જ જુના ચલચિત્ર મગજમા આવી જાય કે પહેલાના સમયમા ચાલતી ફિલ્મ હાલના યુગને ટકકર ના જ મારી શકે પરંતુ હવે ગુજરાત સરકારના સહયોગ અને ફિલ્મ બનાવવા માટે મળતી મોટી સબસીડીના લીધે બોલીવુડ ફિલ્મોને પણ ટકકર મારે તેવી ગુજરાતી ફિલ્મો બની રહી છે તેવી જ એક ફિલ્મનુ શુટીંગ ગીર વિસ્તાર મા હાલમા પણ ચાલુ છે.
ગીરના કુદરતી સૌંદર્ય, ખળખળ વહેતી નદીઓ, બળદગાડા, ખેતરો , ઢોરઢાખર , ગામડાના લોકો , જૂનો પહેરવેશ, તળપદી ભાષા , રાસગરબાની રમઝટ આ સહીતની વસ્તુઓ ને આવરી લઈ અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટેના પ્રયાસો સાથે ગુજરાતી ફિલ્મ ‘રામ ભરોસે’નુ શુટીંગ થઈ રહ્યુ છે જેમા ગીરના ગામલોકોનો પણ ખૂબજ સહકાર મળી રહ્યો છે .
‘રામ ભરોસે’ ફિલ્મમાં નવોદિત કલાકારો મુખ્ય પાત્રોમાં જોવા મળશે. આ ફિલ્મથી ધૈર્ય ઠક્કર, રીવા રાંચ અને નિલેષ પરમાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યાં છે. ફિલ્મના ડિરેક્ટર વિશાલ વાડાવાલા છે, તો કેતન રાવલ, મનીષ જૈન, અજિત જોશી, માલતીબેન દવે, મનીષ સતાની, તેજલ રાવલ ફિલ્મના પ્રોડ્યુસર્સ અને ક્રિએટિવ પ્રોડ્યુસર પ્રવિણ ખીંચી છે.ફિલ્મનું નામ રામ ભરોસે રાખવામાં આવ્યું છે ફિલ્મની કથાવસ્તુ ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ સાથેની પ્રેમ કહાણીને વણી લે છે. ત્યારે આ કથા વધુ રસપ્રદ બની જાય છે. આ ફિલ્મ દર્શકોને પ્રેમરસ સાથેનું મનોરંજન પીરસશે.