સેવા એ જ પરમો ધર્મને સાર્થક કરતાં કપિલ પંડયાની ટીમે કોરોના ઇફેકટના પગલે કરી અંગુલી નિર્દેશ સેવા
આજે જયારે આખું વિશ્ર્વ ‘કોરોના’ જેવી મહામારી સામે ઝઝુમી રહ્યું છે અને દરેક લોકો પોતાના માટે જીવી રહ્યા છે ત્યારે સમાજના ડોકટરો, પોલિસ મિત્રો, ફાયર સ્ટાફ તથા સફાઇ કામદારો પોતાનાં જીવ જીખમમાં મુકીને પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આવી કપરી કામગીરી પ્રજા હિતાર્થે કરતા તેઓ વંદનને પાત્ર છે. શેર વિથ સ્માઇલ એન.જી.ઓ. પરિવાર દ્વારા કપિલ પંડયાની આગેવાનીમાં સેવા ભાવી યુવા ટીમ સાથે જે લોકો લોક ડાઉનમાં કપરી ફરજ બજાવે છે તેને તથા હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના સગા વ્હાલાને હાલ બધુ બંધ હોવાથી ખાવા-પિવાની વસ્તુ મળી શકતી નથી ત્યારે શેરવી સ્માઇલ સંસ્થા આવા કર્મયોગી કર્મચારીઓ તથા દર્દીઓના સગા વ્હાલાને ફુડ પેકેટ પાણી જેવી વસ્તુઓનું વિતરણ કરીને અંગુલી નિર્દેશ સેવા કરી છે. રાજકોટના નગરજનોએ સંસ્થાની આવી કામગીરીની સરાહના કરી ત્યારે સંસ્થાએ જણાવેલ કે અમો માનવ સેવા કરી રહ્યા છીએ.
સેવાભાવી ટીમમાં કપિલ પંડયાની રાહબરીમાં વિપુલ પાનેલિયા, વિમલ પાનખાણીયા, અભિરાજ તલાટીયા, વિજયભાઇ રાજયગુરુ, અનિરૂઘ્ધભાઇ, હિતેષભાઇ મકવાણા, સુકેતુભાઇ, રાહુલભાઇ, જયભાઇ મયુરભાઇ પટેલ જેવા યુવાનો ર૪ કલાક સેવામાં ખડે પગે કાર્યરત છે.
સંસ્થાના પ્રમુખ કપિલ પંડયાએ જણાવેલ છે કે આગામી લોકડાઉન તમામ ર૧ દિવસ સંસ્થા ર૪ કલાક દર્દીઓ સગાની સેવામાં સાથે શહેરમાં ભૂખ્યા રહેતા તમામને વસ્તુ પહોચાડશે.