રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સંચાલીત એક માસ માટે મૉ શારદા સંસ્કાર શિબિર (સમર કેમ્પ) ના બાળકો દ્વારા ગુજરાતના સંતોની ઝાંખી કરાવતી વેશભૂષા દ્વારા બાળકો એક સરઘસ રુપે રામકૃષ્ણ નગરમાંથી પસાર થયા હતા તથા મંદીરને એક પરિક્રમા કરેલ હતી લગભગ ૩૦૦ વિઘાર્થીઓએ આ શોભાયાત્રામાં ભાગ લીધેલ હતો.
તથા પચાસેક વિઘાર્થીઓ દ્વારા રામકૃષ્ણ દેવ માઁ શારદામણિ દેવી તથા સ્વામી વિવેકાનંદ તથા જલારામબાપા, નરસિંહ મહેતા, બાપા સીતારામ સંત દેવીદાસ અમર માઁ ગંગાસતી રંગ અવધુતજી, શ્રીમદ્દ રાજચંદ્રીજી, પુનીત મહારાજ દયાનંદ સરસ્વતિ વિગેરેની વેશભૂષા બાળકો દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી રામકૃષ્ણ આશ્રમ સંચાલીત ડીસ્પેન્સરી મા ડેન્ટલ વિભાગનું ઉદધાટન શ્રીમદ્દ સ્વામી ગૌતમાનંદજી ઉપાઘ્યક્ષ રામકૃષ્ણ કૃષ્ણ મઠ અને મીશન દ્વારા કરવામાં આવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com