મોટા ભાગના લોકો જેઓ તમાકુનું સેવન કરતા હોય છે તેમને લાગે છે કે તેઓ સ્વસ્થ જ છે, પરંતુ હકીકત એ છે કે અસર તેમના શરીર પર દેખાતી જ હોય છે જેને તેઓ અવગણે છે. માથાથી લઈને પગના અંગૂઠા સુધી દરેક અંગ પર તમાકુની ગંભીર અસર થાય છે. આખા શરીર પર તમાકુને લીધે થતી અસરને એક અંકમાં ન સમાવી શકવાને કારણે શરીર પરની તમાકુની અસરને બે ભાગમાં વહેંચીએ છીએ. પહેલાં અપર બોડી એટલે કે કમરથી ઉપરનાં અંગો પર થતી તમાકુની અસર વિશે વિસ્તારથી જાણી લઈએ
મોટા ભાગના લોકો, જે તમાકુનું સેવન કરતા હોય છે તેમને લાગે છે કે તેઓ હેલ્ધી જ છે; પરંતુ જો તે પોતાની જાતને પ્રામાણિકપણે જુએ તો જ સમજાય કે શા માટે દાદર ચડતાં એ લોકો હાંફી જાય છે, શા માટે તેમની આંખની આગળ કાળાં કૂંડાળાં આવી ગયાં છે જેને લીધે તે વૃદ્ધ દેખાવા લાગ્યા છે, શા માટે તેમની સેક્સ કરવાની ઇચ્છા મરતી જાય છે, કેમ તે વધુ ચીડિયા બની ગયા છે કે કેમ પહેલાં જેવો આત્મવિશ્વાસ તેમનામાં હવે રહ્યો નથી, કેમ તેમની ભૂખ મરતી જાય છે કે પછી કેમ નાની ઉંમરે એ ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર જેવા રોગોનો શિકાર બની ગયા છે.
પોતાનામાં આવતા આ નાના-મોટા બદલાવોને જોવા અને જાણવા જરૂરી છે, કારણ કે જે તમાકુની આદતને વ્યક્તિ પોતાની જરૂરત બનાવી બેસે છે એ જરૂરત તેમના શરીરના દરેક ભાગને નુકસાન પહોંચાડી રહી છે એ વાતને અવગણે છે. હકીકત એ છે કે માથાથી લઈને પગના અંગૂઠા સુધી તમાકુ દરેક અંગમાં તમાકુ નુકસાન પહોંચાડી શકે છે. આખા શરીર પર તમાકુને લીધે થતી અસરને એક અંકમાં ન સમાવી શકવાને કારણેઆ અંકમાં માથાથી લઈને છાતી સુધીનાં અંગો પર તમાકુની અસર જાણીએ બોમ્બે હોસ્પિટલના ચેસ્ટ ડિપાર્ટમેન્ટનાં હેડ ચેસ્ટ ફિઝિશ્યન ડોકટર પાસેથી.
મગજ
૧. લોહીની નળીઓની અંદરની લાઇનિંગ, જેને ઇન્ટિમા કહે છે એ સ્મોકિંગને કારણે ડેમેજ થાય છે અને એને કારણે લોહીની નળીઓમાં તિરાડ પડે છે. સામાન્ય રીતે શરીરમાં રહેલા કોલેસ્ટરોલનું કામ છે કે એ આ લોહીની નળીઓની ક્રેક્સને ભરે અથવા કહીએ કે એને સાંધે અને એને રિપેર કરે; પરંતુ જ્યારે આ પ્રકારના સાંધા વધી જાય ત્યારે લોહીની નળીઓ નાની થતી જાય, જેને કારણે એ કડક પણ થઈ જાય અને બ્લડ-પ્રેશરનો પ્રોબ્લેમ વધી જાય જેને ઍથરોસ્ક્લેરોસિસ કહે છે. આ સિવાય સ્મોકિંગને કારણે લોહીની નળીઓમાં ક્લોટિંગનું પ્રમાણ વધી જાય છે.
૨. આ ઍથરોસ્ક્લેરોસિસ અને લોહીની નળીમાં ક્લોટિંગને કારણે મગજમાં લોહીની સપ્લાય ઓછી થઈ જાય છે અને મગજમાં સ્ટ્રોક આવી શકે છે, જેને લીધે વ્યક્તિને પેરેલિસિસ થઈ શકે છે કે તેનું મૃત્યુ પણ થઈ શકે છે.
૩. તમાકુને લીધે મેમરીલોસ અને બીજી માનસિક ક્ષમતાઓ પર પણ અસર થાય છે. મોટી ઉંમરે આવી વ્યક્તિને ડિમેન્શિયા એટલે કે ઑલ્ઝાઇમર્સ જેવા રોગ થવાની શક્યતા વધુ રહે છે.
૪. સ્મોકિંગની અસર મગજમાં સાઇકિયાટ્રિક રીતે પણ થાય છે. તમાકુમાં રહેલું નિકોટિન વ્યક્તિમાં મૂડ સ્વિંગ્સ અને કેટલાક ખાસ બિહેવિયરલ ચેન્જ માટે જવાબદાર બને છે. સ્મોકિંગ કરવાને લીધે ડિપ્રેશન આવે અને ડિપ્રેશન આવે એટલે વ્યક્તિ વધુ સ્મોકિંગ કરે. આ એક ચક્ર છે જે વ્યક્તિને વધુ ને વધુ નુકસાન પહોંચાડતું જાય છે.
આંખ
૧. સિગારેટનો ધુમાડો આંખને સીધી અસર પહોંચાડે છે. મોતિયો મોટી ઉંમરે આવતી બીમારી છે, પરંતુ જો તમે સ્મોકિંગ કરતા હો તો નાની ઉંમરે મોતિયો થવાની શક્યતા રહે છે.
૨. આ સિવાય આંખના રેટિનામાં રહેલા મેક્યુલાને અસર કરતો રોગ મેક્યુલર ડીજનરેશન પણ સ્મોકિંગને કારણે નાની ઉંમરે આવી શકે છે. આ રોગમાં વ્યક્તિનું સેન્ટ્રલ વિઝન અસરગ્રસ્ત થાય છે, જેને કારણે વ્યક્તિની દૃષ્ટ્રિને સીધી અસર પહોંચે છે.
નાક
૧. નાક એ સ્મોકિંગની અસરને વધારનારું પરિબળ છે, કારણ કે સિગારેટમાં રહેલાં નિકોટિન અને હાનિકારક કેમિકલ્સ નાક દ્વારા શરીરની અંદર પ્રવેશે છે. પરંતુ આ પ્રક્રિયાને કારણે નાકની સૂંઘવાની શક્તિ પર અસર પડે છે. એ શક્તિ દિવસે-દિવસે નબળી પડતી જાય છે.
જીભ
૧. જીભનું મુખ્ય કામ સ્વાદ પારખવાનું છે. સિગારેટ કે તમાકુનાં આ કેમિકલ્સ જીભના સીધા સંપર્કમાં આવે છે જેને લીધે તેની સ્વાદેન્દ્રય નબળી પડે છે. નાકની સૂંઘવાની અને જીભની સ્વાદશક્તિ બન્ને નબળી પડે એટલે માણસની ભૂખ ધીમે-ધીમે ઓછી થતી જાય છે. ઘણા મોડલ્સ દૂબળા રહેવા માટે સ્મોકિંગ કરતા હોય છે, જેને કારણે તેમની ભૂખ મરી જાય અને વજન ન વધે. વેઇટલોસની આ રીત સૌથી અનહેલ્ધી રીત છે.
દાંત
૧. સ્મોકિંગ કરતા કે તમાકુ ચાવતા લોકોના દાંત એકદમ પીળા અને બ્રાઉન રંગના થઈ જતા હોય છે. તેમના દાંત પર ધાબા હોય એવું દેખાતું હોય છે, જે ઘણી વાર ખૂબ જ ગંદું અને ક્યારેક તો ભયાનક દેખાય છે.
૨. તમાકુને કારણે પેઢાનો રોગ જિન્જિવાઇટિસ અને દાંતની આસપાસના ભાગનો રોગ પીરિયોડોન્ટલ ડિસીઝ થવાનું રિસ્ક પણ વધે છે જેને લીધે દાંત સમય કરતાં વહેલા પડી જાય છે.
મોઢું અને ગળું
૧. મોઢું અને ગળું આ બન્ને એવી જગ્યાઓ છે જ્યાં તમાકુની અસરને કારણે કેન્સર થવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને જે લોકો તમાકુ ચાવે છે તેને આ અસર થવાની શક્યતા વધી જાય છે. જીભનું, ગલોફાનું, શ્વાસનળી કે અન્નનળીનું કેન્સર, સ્વરપેટીનું કેન્સર વગેરે જેવાં કેન્સર થઈ શકે છે.
૨. જે લોકો સ્મોકિંગ કરે છે તેમના મોઢામાંથી સતત ગંદી વાસ આવ્યા કરે છે, કારણ કે તેમને મોઢામાં થતા ઇન્ફેક્શનનું રિસ્ક હંમેશાં જ વધુ રહે છે. એ ઇન્ફેક્શનને કારણે પણ વાસ સતત આવ્યા કરે છે.
ફેફસાં
૧. આ શરીરનો એવો ભાગ છે જેના પર સ્મોકિંગની ખાસ અસર થાય છે. મોટા ભાગના સ્મોકર્સને શ્વાસ સંબંધિત તકલીફ જોવા મળે જ છે. આવા લોકોને ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ જેને COPDકહે છે એ થવાનું રિસ્ક વધી જાય છે, જે એક જીવનભર ચાલનારી શ્વાસની બીમારી છે.
૨. આ સિવાય આ લોકોને અસ્થમા જેવી બીમારી થવાની શક્યતા રહે છે અને જેને અસ્થમા હોય જ તેને સ્મોકિંગને કારણે ગંભીર અટેક આવી શકે છે.
૩. સ્મોકિંગ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી કરી નાખે છે, જેને લીધે તેને ન્યુમોનિયા જેવા રોગ થવાની શક્યતા વધી જાય છે.
૪. આ સિવાય ફેફસાંનું કેન્સર થઈ શકે છે જે સ્મોકિંગ કરતા લોકોમાં જોવા મળતી એક ખૂબ જ સમાન્ય બીમારી છે.
હાર્ટ
૧. લોહીની નળીઓનો થતો પ્રોબ્લેમ ઍથરોસ્ક્લેરોસિસ અને ક્લોટિંગની અસર હાર્ટ પર પણ થાય છે. આ કારણોને લીધે પૂરતી માત્રામાં લોહી ન મળવાને લીધે હાર્ટ-અટેક આવી શકે છે, જે જીવલેણ હોઈ શકે છે.
૨. હાર્ટની હેલ્થ માટે જરૂરી ગણાતા ગુડ કોલેસ્ટરોલ અને બેડ કોલેસ્ટરોલનો રેશિયો તમાકુને કારણે બગડે છે. બેડ કોલેસ્ટરોલનો શરીરમાં વધારો થાય છે, જે હાર્ટ માટે નુકસાનકારક સાબિત થાય છે.
૩. એટલું જ નહીં, સ્મોકિંગ કરતી વ્યક્તિઓમાં બ્લડ-પ્રેશર થવાનું રિસ્ક નાની ઉંમરથી જ આવી જાય છે. બ્લડ-પ્રેશરને કારણે પણ હાર્ટ પર રિસ્ક રહે છે.