વૈકિલ્પક માર્ગ પણ જાહેર કરાયા
જામનગરમાં પાણની પાઇપલાઇન સહિતની કામગીરીને અનુલક્ષીને સાત રસ્તા સર્કલથી ગુરૂદ્વારા જંકશન માર્ગ 48 દિવસ બંધ રહેશે. જેનો અમલ શરૂ કરાયો છે. વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાલકેશ્વરી નગરી, લાલબંગલા સર્કલ માર્ગ રહેશે.
જામનગરમાં સાત રસ્તાથી લઇ સુભાષબ્રીજ સુધીના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફલાય ઓવરબ્રીજ બનાવાની કામગીરી અંતર્ગત સાત રસ્તા સર્કલથી ગુરૂદ્રારા જંકશન સુધી બંને તરફના સર્વિસ રોડ, વોટર વર્કસ શાખની મેઇન લાઇન ટ્રાન્સફર કરવાની, રણમલ તળાવ ઓવરફલો કેનાલના ક્રોસીંગ, પીજીવીસીએલ શાખાના અન્ડર ગ્રાઉન્ડ કેબલ શીફટીંગની કામગીરી અનુસંધાને ઇન્દિરા માર્ગ સાત રસ્તા સર્કલથી ગુરૂદ્રારા જંકશન સુધીનો માર્ગ સલામતીના ભાગરૂપે અને અકસ્માત નિવારવાના હેતુથી 10 જુલાઇ સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા કમિશ્નર ડી. એન. મોદી દ્વારા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે.
સાત રસ્તા સર્કલથી ગુરૂદ્રારા જંકશન તરફ જવાનો માર્ગ બંધ હોય વૈકલ્પિક વ્યવસ્થા માટે સાત રસ્તા તરફથી આવતા વાહનો માટે વાલકેશ્વરી નગરી ફેસ-2 અને ફેસ-3 ના તમામ રસ્તાઓ, મંગલબાગ અને સ્વસ્તિક સોસાયટીથી જી.જી.હોસ્પિટલ તરફનો રોડ, જી.જી.હોસ્પિટલથી અંબર ક્રોસીંગ તથા ગુરૂદ્વારા જંકશન તરફનો રોડ ચાલુ રહેશે. ગુરૂદ્રારા જંકશનથી સાત રસ્તા સર્કલ તરફ જવાનો માર્ગ બંધ હોય વૈકલ્પિક વ્યવસ્થા માટે અંબર જંકશનથી આવતા વાહનો માટે ગુરૂદ્વારા જંકશન થઇ લાલ બંગલા સર્કલ થઇ સાત રસ્તા સર્કલ તરફનો રોડ ચાલુ રહેશે.