આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરશે. બપોરે 12 વાગ્યાની આસપાસ સત્રની કામગીરી શરૂ થશે. જેમા એક કલાક સુધી ગૃહમાં પ્રશ્નોત્તરી ચાલશે. આ પ્રશ્નોત્તરીમાં સામાન્ય વહીવટ વિભાગ, ઉદ્યોગ, ગૃહ શહેરી વિકાસ, બંદરો, ખાણ ખનીજ સહિત પેટ્રોકેમિકલ્સ અને ક્લાયમેટ ચેન્જ જેવા મુદ્દાઓ હશે. આ ઉપરાંત પોલીસ, હાઉસિંગ, બોર્ડર સિક્યોરિટી સિવિલ ડિફેન્સ, જેલ તથા નશા બંધી પર ચર્ચા કરાશે. બપોરના સેશનમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ 2017-18ના વર્ષનું ખર્ચ પૂરક પત્રક રજૂ કરશે અને ત્યારબાદ વર્ષ 2018-19નું અંદાજપત્રક રજૂ થશે. દેશમાં જીએસટી લાગુ થયા બાદ ગુજરાતનું આ પ્રથમ બજેટ છે જેથી ટેક્સેશનનો ભાગ આ બજેટમા નહી હોય માત્ર યોજનાકીય ફાળવણી અને વિવિધ યોજનાની જાહેરાતો હશે.
Trending
- 10 આંકડાના પાન કાર્ડ નંબરમાં છૂપાયેલું છે એક રહસ્ય..!
- ભુલથી પણ ગાડીમાં ન રાખો પ્લાસ્ટિકની બોટલ કેમ કે…
- કોણ છે બિગ બોસનો ‘વોઈસ’, એક સિઝનમાં કરે છે આટલી કમાણી
- ગુજરાત: યુવાને નોકરી છોડી પોતાનું પ્રથમ ફાર્મ ક્લિનિક ખોલ્યું, કરી રહ્યો છે નોકરી કરતાં વધુ કમાણી
- વારાણસીથી સાબરમતી, રાજકોટ અને વેરાવળ માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, શેડ્યુલ જાહેર
- ગુજરાત : કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં
- દક્ષિણ કોરિયાના પ્લેન ક્રેશમાં 120ના મો*ત, લેન્ડિંગ ગિયરમાં સમસ્યા બાદ રનવે પર વિ*સ્ફોટ; વિમાનમાં 181 લોકો સવાર હતા
- અમદાવાદ :1 જાન્યુઆરીથી મુસાફરીમાં સમયની થશે બચત, જુઓ ડિવિઝનની ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ