ડુંગળી અને ઘઉંનું ઉદાર હાથે ગરીબોને વિતરણ કરાયુ હતુ: કોરોનાથી બચવા માટે નાશ મશીન વિનામૂલ્યે અપાયા: માસ્કનું વિતરણ કરાયું હતુ
શહેર મવડી વિસ્તાર વોર્ડ નં.૧૨માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, ઉર્વશીબા જાડેજાએ લોક ડાઉનના કપરા કાળમાં લોકોની પડખે રહ્યા હતા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરોએ સેવાયજ્ઞ ચાલુ કર્યા હતો સેવાની ધુણી ધખાવી હતી ભાજપના જી હજુરીયા ઘરમાં પૂરાઈ ગયા હતા.
કોંગ્રેસ કોર્પોરેટરોએ લોકડાઉન સામે બાથ ભીડી હતી કોરોના વાયરસની પરવા કર્યા વગર લોક સેવામાં લાગી ગયા હતા ગરીબ પરિવારને આર્થિક મદદ કરી હતી. મધ્યમ વર્ગને અનાજ અર્પણ કર્યા હતા. તેમ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદિપભાઈ ત્રિવેદીએ જનસભાને સંબોધન કર્યું હતુ અને કોંગ્રેસ કોર્પોરેટરોની સેવાને યાદ રાખવા અપીલ કરી હતી. પ્રદિપભાઈ ત્રિવેદીએ વધુમાં કહ્યું હતુ કે. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીનું હજારો પરિવારને આપી હતી ૩૦૦૦ મણથી વધુ ડુંગળીનું વિતરણ કર્યું હતુ. ડુંગળીના વિતરણથી કોંગ્રેસ કોર્પોરેટરો લોકોના દિલમાં વસી ગયા હતા. ડુંગળી વિતરણની સુંદર કામગીરી સેવા અને ગરીબોમાં આનંદની લાગણી પ્રસરતા રાજકોટ જ નહી ગુજરાતભરમાં ડુંગળી વિતરણ ચર્ચાનો મુદો બની ગયો હતો. પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ વિજયભાઈ વાંકને શાબાશી પીઠ થાબડી હતી.
ડુંગળી વિતરણનાં કાર્યમાં ભાજપના હાથાસમી પોલીસ વિલન બની હતી: એ વાત મતદારોને યાદ છે: કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદીનું જનસભામાં સંબોધન: કોંગ્રેસના આ કર્મનિષ્ઠ, કર્મઠ લોકસેવક યુવા ઉમેદવારો વિજય વાંક, સંજય અજુડીયા, મીતાબેન મારડીયા, ઉર્વશીબા જાડેજાને જીતાડવા આહવાન
સોશીયલ મિડિયામાં ડુંગળી વિતરણના વિડિયો વાયરલ થતા ભાજપના પેટમાં ચૂક ઉપડી હતી કોંગ્રેસની લોકપ્રિયતા ને લઈ ભાજપમાં દોડધામ મચી ગઈ હતી. ડુંગળી વિતરણ કાર્યક્રમમાં ભાજપના ઈશારે પોલીસએ હવનમાં હાડકા નાખ્યા હતા. કાર્યક્રમ અટકાવી દિધો હતો વિજયભાઈ વાંકની અટકાયત કરવામાં આવી હતી પોલીસ અને ભાજપની વિલનગરી સામે ગરીબોમાં રોષ આક્રોશ ફેલાયો હતો. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદીએ અંતમાં કહ્યું હતુ કે લોકડાઉનમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરોએ માસ્કનું વિતરણ કર્યું હતુ નાશ મશીન મફત આપ્યા હતા કેટલાક ગરીબ પરિવારોને આર્થિક મદદ કરી હતી ખરા અર્થમાં લોકસેવક બનેલા યુવાનો કોંગ્રેસના ઉમેદવાર છે કોંગ્રેસને મત આપવા અપીલ છે.
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો ગેસ બાટલામાં રાંધણ ગેસમાં ભાજપનો ભાવ વિકાસ અને બેરોજગારીનો ભાજપને જડબાતોડ જવાબ આપવા કોંગ્રેસની પેનલને જંગી બહુમતીએ જીતાડવા કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરોએ આહવાન કર્યું હતુ.
કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો વિજય વાંક, સંજય અજુડીયા, ઉવર્શીબા જાડેજા, મીતાબેન મારડીયાએ મવડી વિસ્તારની શેરી,ગલી મહોલ્લા સોસાયટીમાં અદભૂત સમર્થન મળી રહ્યું છે. લોકોનો કોંગ્રેસને આવકાર મળ્યો છે. કોંગ્રેસને મત આપવા લોકો વચનબધ્ધ બન્યા છે.કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો વિજય વાંક, સંજય અજુડીયા, ઉવર્શીબા જાડેજાએ કોંગ્રેસને મત આપવા અપિલ કરી છે. અને ભાજપને ધૂળ ચાટતો કરવા આહવાન કરતા કહ્યું છે કે પેટ્રોલ-ડીઝલનાં રોજેરોજ દિવસ ઉગે અને ભાવ વધારો થઈ રહ્યો છે.ગેસ સિલીન્ડરમાં બમણાભાવ થતા રસોડાનું બજેટ વેર વિખેર બન્યું છે. શાકભાજીનાં ભાવમા વધારો શાળા-કોલેજમાં સ્કુલમાં ડોનેશન ફી ખાનગી શાળા કમ્મરતોડ ફીએ ભાજપની દેન છે. ભાજપના પાપે ગરીબ વર્ગ મધ્યમ વર્ગનું રોજીંદુ જીવન અસહ્ય બન્યું છે. ગરીબોનાં ગજવા ખંખેરાઈ રહ્યા છે. ત્યારે પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસને મત આપી ભાજપને અરીસો દેખાડવો સમયની માંગ છે.
વોર્ડ નં.૧૨માં કોંગ્રેસના ઉમેદવારો વિજય વાંક, સંજય અજુડીયા, મીતાબેન મારડીયા, ઉવર્શીબા જાડેજાને મતદારોનું સમર્થન મળ્યું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો એ વિસ્તારમાં કરેલા કામને મત મળશે પાણી વિતરણ, રોડ રસ્તા, ડ્રેનેજ કામ સ્ટ્રીટ લાઈટના કામ વિજય વાંકની ટીમ દ્વારા થયા છે. કેટલાક કામ અધૂરા રહ્યા છે. તે કામ પૂર્ણ કરવા કોંગ્રેસ ઉમેદવારો વચનબધ્ધ છે. કટીબધ્ધ છે. વોર્ડ નં.૧૨માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો લોકો માટે હાજરા હજુર છે. અને રહેશે.