અબતક, નટવરલાલ ભાતીયા દામનગર

અમદાવાદ સરખેજ ભારતી આશ્રમની સેવા સુગંધી પુષ્પોની માફક ફેલાઈ  વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન કોરોના કાળના દૈનિક પાંચ હજાર શ્રમિકોને સાત્વિક ગરમા ગરમ ભોજન 120 સ્વંયમ સેવી ઓની અવિરત રાત દિવસની સેવા અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અનુદાનથી વિદ્વાન વક્તા  ઋષિભારતીની દુરંદેશીથી દરેક જીવાત્માના કલ્યાણ માટે કરેલ સેવાની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામી અમદાવાદ શહેરની આર્થિક પછાત વસાહતો સલ્મ એરિયા માં પાંચ માસ સુધી અવિરત સાત્વિક ગરમા ગરમ ભોજન પ્રસાદ વિવિધ વિસ્તારો માં ફરીને અન્નદાનની મુહિમ ચલાવી હતી અમદાવાદ ના સરખેજ ધોળકા દસક્રોઈ શહેરી અને ગ્રામ્ય સહિતના વિસ્તારો માં 120 સ્વંયમ સેવી અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી માનવ સેવા  એજ માધવ સેવાને ચરુતાર્થ કરતી સેવાની નોંધ સુગંધી પુષ્પો ની માફક ફેલાય અને સરખેજ ભારતી આશ્રમના ઋષિભારતીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નું પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.