- ‘અબતક’ના આંગણે આવેલા ટ્રસ્ટના સભ્યો રામલલ્લાની સુંદર મૂર્તી આપી ભેટ
રાજકોટમાં બજરંગ ગ્રુપ દ્વારા ગુજરાતમાં ભાગ્યે જ યોજાયો હોય તેવો યુવા યુવતિના પસંદગી પરિચય મેળો કે જેમાં કોઇ જાતના ચાર્જ વગર યુવા યુવતિનું રજીસ્ટ્રેશન પરિચય બુક અને ઉપરથી જમાડીને મોકલવાના ભગીરથ કાર્ય હનુમાનજી મહારાજના આશિર્વાદ વગર શકય નથી. આ ટીમની ખુબ જહેમત જે રીતે ઉઠાવી છે તે તો કાબીલેદાદ છે. આ સાથે સમગ્ર કાર્યક્રમમાં અકિલા પરિવારની સાથે રઘુવંશી સમાજના મોભી કીરીટભાઇ ગણાત્રાનો સહયોગ અને આશીર્વાદ મળ્યા અને મદદમાં માર્ગદર્શક તરીકે જગદીશભાઇ ગણાત્રાને મુકયા અને આ બધુ સોનામાં સુગંધ ભળવા જેવું થયું છે તેમ પોરબંદરના જિલ્લા વિકાસ અધિકારી કેતનભાઇ ઠકકરે જણાવેલ. કેતનભાઇ ઠકકકર બજરંગ ગ્રુપ રાજકોટ દ્વારા આયોજીત અને હેમુ ગઢવી હોલમાં ખીચોખીચ યોજાયેલ યુવા યુવતિ પરિચય મિલન પસંદગી સમારોહમાં અઘ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા જણાવેલ. તેવો દ્વારા આવા ભગીરથ કાર્ય બદલ સ્થાપક પ્રમુખ કિશોરભાઇ કારીયા, પ્રમુખ હસુભાઇ ગણાત્રા અને પ્રોજેકટ ડાયરેકટર જતીનભાઇ ભીંડોરા ટીમને અભિનંદન આપ્યા હતા.
સવિશેષમાં માહીતી આપતા આગેવાનો જણાવે છે કે, આ ભગીરથ
કાર્યમા ભરતભાઇ ભીડોરા, પરેશભાઇ પોપટ, મનોજભાઇ ચતવાણી, ભીખાભાઇ પાંઉ, ડાયાલાલ કેશરીયા, દિનેશભાઇ ચોટાઇ, પાર્ટનગર ગ્રુપ, પરેશભાઇ વિઠલાણી, જલારામ બિલ્ડર્સ, ધીરજલાલ ત્રિભોવનદાસ, જામનગર જલારામ ચીકી રાજકોટ દિપકભાઇ રાયઠઠ્ા લીસ્બન, સૂર્યકાન્ત લીસ્બન, નારણદાસ ગોપાલજી ભીંડોરા, વગેરે અબતકની મુલાકાતે આવેલા સંસ્થાના સભ્યોએ અબતક પરિવારને ભગવાન શ્રીરામની મૂર્તિ અર્પણ કરી હતી.