- કચ્છનાં અબડાસા દરિયાઈ વિસ્તારમાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું
- મરીન કમાન્ડોની ટીમને કોસ્ટલ પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં ચરસનાં ૧૦ પેકેટ મળી આવ્યા
અબડાસા ન્યૂઝ : હાલ સમગ્ર રાજ્યમાં ડ્ર્ગસનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાઇ રહ્યો છે ત્યારે વધુ એક્ વખત કચ્છના જખોમાંથી ડ્રગ્સ ઝડપાયું છે . જખૌ સેક્ટર ઈનચાર્જ IGP અમીત વિશ્વકરમા સાહેબ , SP સુસરા સાહેબના આદેશ અનુસાર PSI કે.સી.પટેલ અને એમની મરીન કમાન્ડોની ટીમ જયારે દરિયાઈ વિસ્તારોમાં કોસ્ટલ પેટ્રોલીંગમાં હતાં ત્યારે શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થ ચરસનાં ૧૦ પેકેટ મળી આવ્યા હતા .
સરહદી જીલ્લા કચ્છના દરિયા કાંઠેથી વારંવાર સુરક્ષા દળના જવાનોને ચરસનો જથ્થો મળી આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવી છે. આ અંગે વિગતવાર જોઈએ તો પશ્ચિમ કચ્છના અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી દરિયાના મોજામાં તણાઈ આવીને અવાર-નવાર ચરસના પેકેટો મળી રહ્યા છે. જખૌ મરીન પોલીસ, બીએસએફના જવાનો અને સ્ટેટ આઇબી જેવી સુરક્ષા એજન્સીઓને પણ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળી આવતા હોય છે. આ ચરસના પેકેટની વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં વધુ ચરસના પેકેટ મળવાની સંભાવનાને જોતા સુરક્ષા એજન્સીઓએ સઘન ચેકીંગ હાથ ધરી છે.
રમેશ ભાનુશાલી