બે વર્ષ પહેલા રાજનને ઈન્ડોનેશિયાથી પ્રતયાર્પણની પ્રકિયાથી ભારત લાવવામાં આવયો હતો
મુંબઈનો બહુજ ચર્ચિત પત્રકાર જ્યોર્તિમય ડે (જે ડે) હત્યાકાંડમાં મુંબઈની મકોકા કોર્ટે બુધવારે ચુકાદો સંભળાવતાં ગેંગસ્ટર છોટા રાજન સહિત 9 લોકોને દોષિત જાહેર કર્યાં છે. જ્યારે જિજ્ઞા વોરા અને જોસેફ પોલસનને કોર્ટે નિર્દોષ છોડવામાં આવ્યાં છે. મકોકા કોર્ટે છોટા રાજન સહિતના 8 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે.
જજ સમીર એડકરની કોર્ટમાં આ મામલાની સુનાવણી પૂરી થઈ ચૂકી હતી. સરકારી વકીલના પક્ષ મુજબ, છોટા રાજનના ઈશારે જે ડેની હત્યા કરવામાં આવી હતી. તપાસ બાદ પોલીસે મકોકા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
બે વર્ષ પહેલા જ્યારે રાજનને ઈન્ડોનેશિયાથી પ્રતયાર્પણની પ્રકિયાથી ભારત લાવવામાં આવયો હતો ત્યારે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધ પુરવાની ચાજશીટ દાખલ કરાઈ હતી. આ કેસમાં છોટા રાજન અને પત્રકાર જિજ્ઞા વોરા સહિત 12 લોકોની ઓરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી એક આરોપી વિનોદ આશરાની ઉર્ફે વિનોદ ચેંબુરનું મોત થઈ ચૂક્યું છે.
મકોકા કોર્ટે છોટા રાજન સહિતના 8 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે.
અગાઉ જણાવ્યા અનુસાર આ મામલામાં સરકારી વકીલ પ્રદીપ ઘરાતે 155 સાક્ષીઓને રજૂ કર્યા. છોટા રાજનનું જે વોઇઝ સેમ્પલ લેવામાં આવ્યું હતું, તે પણ મેચ થઈ ચૂક્યું હતું. તેનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રાજનની વિરુદ્ધ વધુ પણ પુરાવા મળ્યા છે. જોકે છોટા રાજન વિરૂદ્ધ અનેક મામલાઓ ચાલી રહ્યાં છે. દિલ્હીની તિહાડ જેલમાં બંધ રાજન વિરૂદ્ધ તમામ મામલાઓની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી જ થાય છે. રાજનને છોડીને બાકીના 10 આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યાં હતા. કડક સુરક્ષાની વચ્ચે જજ સમીર એડકર ફેંસલો સંભળાવ્યો હતો સદરહુ કેશ માં રાજને અનેક ન્યૂઝ ચેનલોની ઓફિસમાં ફોન કર્યા અને કહ્યું કે તે જે ડે માત્ર ધમકાવવા માગતો હતો, તેનો ઈરાદો તેની હત્યાનો ન હતો. પ્રોસિક્યૂશને આ રેકોર્ડિંગને જ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યાં છે. જેની આ ભૂલ થી તેને બહુજ નુકશાન થયું અને સરકાર તરફે આ પુરાવો માન્ય રહયો જેથી તેને આજીવન કેદની સજા પડી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com