નિફટી પણ ૬૧ પોઈન્ટ અપ: ડોલર સામે રૂપિયો તૂટયો
ભારતીય શેરબજારમાં આજે સવારી તેજી જોવા મળી રહી છે. સેન્સેકસમાં ૨૦૦ી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે તો નિફટી પણ અપ છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. મોટાભાગના સેકટરલ ઈન્ડેક્ષ આજે ગ્રીન ઝોનમાં કામકાજ કરતા નજરે પડ્યા હતા.
આજે સવારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. રોકાણકારોએ વિશ્ર્વાસ સો ખરીદીનો દૌર ચાલુ રાખતા બજારમાં દિવસ દરમિયાન તેજી જળવાઈ રહી હતી. આજે ઈન્ટ્રાડેમાં સેન્સેકસે ૪૧૩૯૯ જ્યારે નિફટીએ ૧૨૧૭૭ પોઈન્ટ સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. તેજીમાં યશ બેંક, આઈઓસી, બીપીસીએલ, લાર્સન સહિતની કંપનીના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. તો જી એન્ટરટેઈન, યુપીએલ, બજાજ ફાયનાન્સ, ટેક મહિન્દ્રા સહિતની કંપનીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકીની ડોલર સામે રૂપિયો ૭ પૈસા તૂટયો હતો. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૨૨૮ પોઈન્ટના ઉછાળા સો ૪૧૩૪૪ અને નિફટી ૬૧ પોઈન્ટના ઉછાળા સો ૧૨૧૬૭ પર કામ કરી રહી છે.