શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 431 અંક ઘટીને 33107 પર કારોબાર કરી રહ્યો છે.જ્યારે નિફ્ટી 215 અંક ઘટીને 9686 પર બંધ રહ્યો હતો.આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1101 અને નિફ્ટીમાં 357.05 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે અમેરિકાનું બજાર નેસ્ડેક 5.27 ટકા ઘટાડા સાથે 9492 પર બંધ થયું હતું.

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસી, કોટક મહિન્દ્રા, એનટીપીસી અને બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 5.71 ટકા ઘટીને 493.30 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 4.95 ટકા ઘટીને 82.60 પર કારોબાર કરી રહ્યો છે. જોકે સન ફાર્મા 0.76 ટકા વધીને 477.20 પર કારોબાર કરી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.