શેરબજાર બુધવારે સતત બીજા દિવસે નુકસાનમાં રહ્યું હતું. સેન્સેક્સ 267 અંક ઘટીને 37,060 પર બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં તે 37,022ના નીચલા સ્તરે અને 37,406ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
નિફ્ટીનું ક્લોઝિંગ 98 અંકના ઘટાડા સાથે 10918 પર થયું હતું. કારોબાર દરમિયાન તે 10,906ના નીચેના સ્તરે અને 11,034ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
સેન્સેક્સના 30માંથી 22 અને નિફ્ટીના 50માંથી 39 શેર નુકસાનમાં રહ્યાં હતા. એનએસઈ પર તમામ 11 સેકટર ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા હતા. પીએસયુ બેન્ક ઈન્ડેક્સ સૌથી વધુ 2.95 ટકા ઘટયા હતા.