સમયની સાથે તાલ મિલાવો
સુરતના ખ્યાતનામ એકસપર્ટ ભૌતિક શેઠ શીખવશે ડિજિટલ મીડિયાના કસબ: સાથો સાથ ટેકનોલોજીને સુસ્વાગત પુસ્તકનું પણ વિમોચન કરાશે
આગામી તા.૮ જુલાઇ અને રવિવારના રોજ એરપોર્ટ રોડ પરની પેટ્રીયા સ્યુટસ ખાતે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજકોટના પિરામીડ પબ્લીકેશન દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં વર્તમાન સમયના સહુથી મોટા અને સહુથી કારગત એવા ડીજીટલ માઘ્યમનો ઉપયોગ કઇ રીતે કરીને વ્યવસાયને સફળ બનાવી શકાય તેનું માર્ગદર્શન સુરતના જાણીતા ડીજીટલ મીડીયાના તજજ્ઞ ભૌતિક શેઠ આપશે.
એજયુકેશન હેલ્થ, પારિવારીક પરંપરા વિગેરે વિષયો પરના પ પુસ્તકો કર્યા બાદ પિરામીડ પબ્લીકેશન્સના શ્રી વિપુલ પરમારના સંકલનમાં ૬ઠ્ઠા પુસ્તક સ્વરુપે ટેકનોલોજીને સુસ્વાગતમ તૈયાર કરાયું છે જેના વિમોચનની સાથો સાથ શ્રી ભૌતિક શેઠના અત્યંત ઉપયોગી એવા સેમીનારનું પણ આયોજન કરાયું છે.
આ સેમીનારમાં ભૌતિક શેઠ ભાગ લેનાર લોકોને ડીજીટલ મીડીયાના સબળ પ્લેટફોર્મનો ઉ૫યોગ કરીને કઇ રીતે એક નાનકડી પેઢીને પણ મોટી કંપનીનું સ્વરુપ આપી શકાય તેમજ વ્યવસાયના વિકાસને બુલંદ ગતિ આપી શકાય તે માટેનું ઉપયોગી માર્ગદર્શન આપનાર છે.
પુસ્તક વિમોચન માટે ઉ૫સ્થિત મહેમાનોમાં આત્મિય ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સના નલીનભાઇ ઝવેરી, સ્ટલીંગ હોસ્પિટલના કમલ પરીખ, ઓઇ ઇન્ડીયા રેડીયોના સલીમ સોમાણી, દીકરાનું ઘર ઢોલરાના મુકેશ દોશી તેમજ નાગરીક બેંકના કલ્પકભાઇ મણીયાર ઉ૫સ્થિત રહેશે.
આ કાર્યકમ સાંજે પ વાગ્યે શરુ થઇને ૭.૩૦ સુધી ચાલશે તેમજ સહુ ભાગ લેનારને આકર્ષક ભેટ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં નજીવી ફીસ રાખવામાં આવેલ છે અને રજીસ્ટ્રેશન ફરજીયાત રાખવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન માટે ૯૮૯૮૩ ૫૬૫૭૩ પર સંપર્ક કરવાનો રહેશે. કાર્યક્રમના સહયોગી ગ્લોબલ પબ્લિસીટી વેબસ્ટાર ઇનફ્રાકોન તેમજ અર્થફલ મુવિઝ પ્રા.લી. નો સહયોગ મળ્યો છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે વિપુલભાઇ પરમાર, જેવિકભાઇ પાઠક, વિકાસ રાજપોપટ, સંજયભાઇ ગોહેલ, યશ પંચોલી અને ડો. હિતેષ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે આ તકે તેઓએ વધુ વિગત આપવા અબતક મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.