- અમદાવાદના આંગણે, નમ્રમુનિ મ. સા ના સાંનિધ્યે સર્જાયો માનવતાનો અનેરો ઉત્સવ: વધુ 51 રિક્ષાચાલકોને રિક્ષા અર્પણ થઇ
ભાડાની રિક્ષા ચલાવીને કપરી પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરી રહેલાં રિક્ષા ચાલકો, પોતાની રિક્ષા ચલાવીને આત્મનિર્ભર અને સ્વાવલંબી જીવન જીવી શકે એવી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની કરુણા ભાવના અને પ્રેરણાથી એમના સાંનિધ્યે સૌરાષ્ટ્રના ક્ષેત્રોના રિક્ષા ચાલકોને રિક્ષાની અર્પણતા કર્યા બાદ અમદાવાદના વધુ 51 રિક્ષાચાલકોને પણ રિક્ષાની અર્પણતાનો અનેરો અવસર ઉજવાયો હતો.
મંગલ પ્રભાતે, પરમ ગુરુદેવના આગમનની ક્ષણે અર્હમ યુવા સેવા ગ્રુપના યંગસ્ટર્સએ ભાવભર્યા હૃદય સાથે પરમ ગુરુદેવના આગમનની ખુશીને ગુરુ ચરણોમાં અર્પણ કરી
આ અવસરે પરમ ગુરુદેવે બોધવચન ફરમાવતા કહ્યુ હતું કે, દિલ તો એવું હોવું જોઈએ જે અજાણ્યાને પણ આવકારે. અજાણ્યાં પ્રત્યેની નિસ્વાર્થ સેવા, કરુણા, વાત્સલ્યતા 100% લાભ આપે છે. સુખ ભોગવવામાં સીમા નક્કી કરવી જોવે પણ સુખ આપવામાં ક્યારેય સીમા નક્કી ન કરવી.
નવા નવા પ્રકલ્પોથી અજાણ્યાંને સહાયરૂપ થવું અને આપણો હાથ તે મનો સાથ આપી શકે, તેમની વેદનાને મુસ્કાનમાં ફેરવી શકીએ તે ભાવ હોવા જોઈએ. જે અનુકૂળ બને છે તેને અનુકૂળતા મળે છે. અર્હમ્ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે અને સમસ્ત મહાજનના સહયોગે વધુ 51 રિક્ષા ચાલકોને રિક્ષા અર્પણ કરવામાં આવતા રિક્ષાચાલકોનાં ભાવોમાં અનેરી ખુશી છલકાતી હતી.
તેઓએ પોતાની ભાવ અભિવ્યક્તિ કરતાં ગુરુદેવની કરુણાભાવનાને વંદન કરતાં કહ્યું હતું કે મારો હાથ પકડવાવાળા આપ છો. મારી ભાવના હતી કે નવી રિક્ષામાં હું સર્વ પ્રથમ ગુરુદેવનો કેટો લગાડીશ અને આજે બધાના સહયોગે આ ભાવના પરિપૂર્ણ થવાનો આનંદ અને સંતોષ છે.
સુરત શહેરમાં ગુરુદેવની પ્રેરણાથી બીજી એનિમલ એમ્બ્યુલન્સ એવમ અમદાવાદમાં પ્રથમ એનિમલ એમ્બ્યુલન્સ સેવા શરૂ થવાની ઉદઘોષણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પ્રારંભ થયેલ 1તિં એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા આજ સુધી 1400થી વધુ ઘાયલ અબોલ જીવોને શાતા આપવામાં આવી છે.
અમદાવાદ મધ્યે એનિમલ ડિસ્પેન્સરી શરૂ કરવાની પ્રેરણા આપતાં પરમ ગુરુદેવે કહ્યું હતું કે, અબોલ જીવોને રાહત મળે તે ભાવ સાથે આ સત્કાર્યની શરૂઆત કરવી જોઈએ.માનવતાના સત્કાર્ય અને ગુરુ ભક્તિના ભાવો સાથે અનુમોદનાનો આ અનેરો અવસર આનંદ પૂર્ણ થયો.