કેનાલ મા પાણી ના આપતા હોવા નાં કારણે લખતર તાલુકા પંચાયત મા આત્મ વિલોપન નો પ્રયાસ કરવા મા આવિયો
આગામી સમયમાં પાણી નહિ આપવા મા આવે તો ૧૯ ગામો ના ખેડૂતો દ્વારા આત્મ વિલોપન કરવા મા આવશે જેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી..
સુરેન્દ્રનગર હાલ ખૂબ પાણી ની વિકટ સ્થિતિ છે. ત્યારે ગત વર્ષે ચોમાસુ ખુબજ સુરેન્દ્રનગર જીલ્લા મા નબળું રહ્યુ છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના આજુ બાજુ ના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની ખૂબ અછત વર્તાઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા નિમ્ન વરસાદ ના કારણે હાલ ખેતી માટે ખૂબ વિકટ સ્થિતિ હાલ માં બની રહી છે.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો પાક નિષ્ફળ અને વર્ષ મોળું હોવા ના કારણે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો આત્મ હત્યા કરી રહ્યાં છે. છેલ્લા એક માસ મા ૩ ખેડૂતો એ સુરેન્દ્રનગર જિલ્લા ના આલગ અલગ ગામડાઓ મા કરી લીધી છે. છતાં હજુ સુધી ખેડૂતો ના પાક અને પાક વીમા અને પાણી પ્રશ્ને હજુ સુધી કોઈ સરકાર દ્વારા કોઈ ખાસ પગલાં લેવા મા આવીયા નથી.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો દ્વારા આવર નવાર રજૂઆત કરવામાં હાલ આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના લખતર તાલુકામાં પણ ખેડૂતો ના લહેરાતા પાક ને હાલ ખૂબ પાણી ની જરૂર છે ત્યારે અનેક રજૂઆતો કરવામાં આવ્યા છતાં પણ હજુ પાણી કેનાલો મા છોડવા મા આવ્યું નથી.
ત્યારે પાણી ના આપતા અને પાણી પ્રશ્ને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ના દેવળીયા ગામના યુવાન ધર્મેન્દ્રસિંહ ઝાલા એ લખતર મામલતદાર કચેરી માં મામલતદાર ની ઓફીસ પાણી મામલે શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો અને સાથે આજે ભલે સળગવા ના દીધેલ પણ ફરી પાછો 19 ગામના ખેડૂત લઈ આવીશ અને આત્મવિલોપન કરીશ તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
અમને ખેડુતો ને ખેતી માટે ૧૦૦ કયુસેક પાણી આપતા નથી: ધમભા રાણા દેવળીયા.
નમૅદા નીગમ ની સૌરાષ્ટ્ર શાખા કેનાલ ૯૮ લોકેશન માંથી ઉમઇ નદી માં ૧૦૦ કયુસેક પાણી આપવામાં આવે તો ૧૯ ગામ ના ખેડુતો જીરુ નો પાક લઇ શકે એમ છે.અને સુરેન્દ્રનગર જીલ્લા ની લખતર મા જીરા ની ખૂબ સારી આવક ખેડૂતો મેળવી શકે તેમ છે છતાં તંત્ર દ્વારા કેનાલ મા પાણી નાં આપતા આત્મ વિલોપન કરવા નો પ્રયાસ કરવા આવિયો હતો.
ત્યારે આગામી સમયમાં સરકાર દ્વારા પગલાં લઈ ને પાણી આપવા મા આવશે કે કેમ તેવી ચર્ચા સમગ્ર પંથક મા ફેલાઈ છે.