એક સીપી,4 ડીસીપી,5 એસ.પી સહિત કુલ.3019 પોલીસ કર્મીઓ રેહશે ખડેપગે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે તેઓના આગમનને લઈ શહેરીજનો થનગનાટ જોવા મળી રહ્યો છે. સરકારી તંત્ર તડામાર તૈયારીમાં વ્યસ્ત છે. પીએમની સુરક્ષા અર્થે લોખંડી બંદોબસ્ત ગોઠવાશે. આઠ એસપીની નિગરાનીમાં પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી બંદોબસ્તમાં ફરજ બજાવશે. પીએમ મોદીની સુરક્ષાને લઈ આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું. જ્યારે એરપોર્ટથી લઈ સભા સ્થળ મેદાન સહીતના વિસ્તારોમાં પોલીસ જવાનોને પોઈન્ટ ફાળવણી કરતા શહેર પોલીસ છાવણીમાં તબદીલ થતું જોવા મળ્યું હતું. શહેરના ખુણે ખુણે અને બાગ બગીચા ઉપર પોલીસ જવાનો જોવા મળ્યા હતા. અને પોલીસ વાહનોની અવર જવર સતત જોવા મળી રહી છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચલકુ પણ ન ફરકે તેવી જડબેશલાખ બંદોબસ્ત સુરક્ષાત તંત્ર દ્વારા કરવામાં આવી છે.
વડાપ્રધાનનો એરપોર્ટ આગમન થયા બાદ પ્રથમ તેમનો રોડ સોનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેના રોડ સોના તમામ માર્ગ પર પોલીસ કર્મીઓને ખડે પગે રાખી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ રાજકોટ શહેર માં બનેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાસરનુ ઉદઘાટન કરવા માટે આવી રહ્યા છે ત્યારે હોય તેમજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધીત કરવાના હોય જે અન્વયે રાજકોટ શહેર ખાતે એક સીપી,4 ડીસીપી,5 એસ.પી સહિત કુલ.3019 પોલીસ કર્મીઓ રેહશે ખડેપગે રહશે.
જેમાં સુરક્ષા વિભાગ દ્વારા સીપી – 1,ડીસીપી – 4,એસ.પી – 5,એ.સી.પી/ડી.વાય.એસ.પી – 18,પી.આઇ – 60,પી.એસ.આઇ – 169,મહિલા પી.એસ.આઇ – 27,પોલીસ – 1286,મહિલા પોલીસ – 142,એસ.આર.પી – 118,એલ.આર.ડી – 370,જી.એચ.જી – 401,ટી.આર.બી – 408,હોર્સ રાઇડર – 10 મળી કુલ.3019 જેટલા પોલીસ કર્મીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં તેનાન કરવામાં આવ્યા છે .આ ઉપરાંત રાજકોટ પોલીસ બોડીવોને કેમેરા, સી.સી.ટીવી, બાયન ક્યુલર તથા એચ.એચ.એમ.ડી, ડી.એફ.એમ.ડી, વરુણ, વજ્ર, બેગેજ સ્કેનર, જેવા આધુનીક ઉપકર્ણો થી સજ્જ રહી વડાપ્રધાનની સુરક્ષામાં તેનાત રેહશે.