અત્યાર સુધીમાં રાજકીય નેતાઓ સહિત 96 લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવાય છે
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રથમ ટર્મમાં મંત્રી મંડળના સભ્ય રહેલા 24 મંત્રીઓની સુરક્ષા પરત ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં વિવિધ સરકારી હોદ્ો ભોગવી ચૂકેલા 290 વ્યક્તિઓ પૈકી 96 લોકોની સુરક્ષા પરત ખેંચી લેવામાં આવી છે. જો કે હજી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓની સુરક્ષા ચાલુ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી મંડળના સભ્યો રહેલા પૂર્વ મંત્રી જીતુભાઇ વાઘાણી, પૂર્ણેશભાઇ મોદી, રાજેન્દ્રભાઇ ત્રિવેદી, અર્જૂનસિંહ ચૌહાણ, પ્રદિપભાઇ પરમાર, બ્રિજેશભાઇ મેરજા, ગજેન્દ્રસિંહ પરમાર, વિનોદભાઇ મોરડીયા અને મનીષા વકીલની જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકારમાં મંત્રી રહેલા પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, કૌશિકભાઇ પટેલ, સૌરભભાઇ પટેલ, જયદ્રથસિંહ પરમાર, ઇશ્ર્વરસિંહ પટેલ, જીતુભાઇ ચૌધરી, નિમિષાબેન સુથાર, કિર્તીસિંહ વાઘેલા, વાસણભાઇ આહિર, વિભાવરીબેન દવે, રમણભાઇ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યોગેશભાઇ પટેલ અને વલ્લભભાઇ કાકડિયાની વીવીઆઇપી સુરક્ષા પરત ખેંચી લેવામાં આવી છે.