અરજી અને ફરિયાદની પોલીસ દ્વારા તપાસ શું થઇ તે એપ્લીકેશનની મદદથી ઘરે બેઠા જાણી શકાશે

પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ ભર્યા સંબંધો સાથે એક બીજાને ઉપયોગી થયા તે માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સુરક્ષિતા એપ્લીકેશન લોંચ કરી છે. એપની મદદથી અરજદાર અને તેઓએ કરેલી ફરિયાદની પોલીસ દ્વારા શું તપાસ થઇ તે ઘરે બેઠા જાણી શકાશે અને પોલીસની કામગીરી વધુ પારદર્શક બની જશે તેમ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે. સુરક્ષિતા એપ્લીકેશનની મદદથી અરજદાર અને ફરિયાદી પોતાના મોબાઇલમાં ડાઉન લોડ કર્યા બાદ તેની અરજીની શુ તપાસ થઇ હાલ કયાં તપાસ છે અને કયાં પોલીસ અધિકારી તપાસ કરી રહ્યા છે તે અંગેની તમામ માહિતી જાણવી સર્ળ અને ઝડપી બનતા પોલીસની કામગીરી પારદર્શક બનતા સામાન્ય વ્યક્તિમાં પોલીસ માટે રહેલી ગેર માન્યતા દુર થશે તેમજ ખરા અર્થમાં પોલીસ પ્રજાની ખરા અર્થમાં મદદ મળી રહેશે તેમ જણાવ્યું હતું.

સુરક્ષિતા એપ્લીકેશનની મદદથી તપાસનીશ પોલીસ અધિકારીનો મોબાઇલ નંબર મેળવી શકશે એટલું જ નહી મોબાઈલથી વાચચીત કરી અરજદારને પોલીસ સ્ટેશને થતા ધકા બચી જશે તેમ પણ તેઓએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.