અષાઢી બીજના લોકાર્પણ માટે સ્વામિનારાયણ સંસ્થાનો આભાર માનતા કેન્દ્રીય ગૃહમંત્રી
સ્વામીનારાયણ વિશ્ર્વમંગલ ગુરૂકુલ-કલોલ સંસ્થા હેઠળ આવતી પિ.એસ.એમ. હોસ્પીટલના કારોબારી સભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી ચેતનભાઈ રામાણીએ અખબારી યાદીમા જણાવતા કહ્યુ હતુ કે, સ્વામિનારાયણ ભગવાન દ્વારા આપવામાં આવેલ સંદેશ “સર્વજીવ હિતાવહ” ઉમદા ભાવનાને ધ્યાનમાં રાખીને તેમજ અમારા ગુરૂ તેમજ સંસ્થાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાતના દ્વાર સમાન ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે સ્વામિનારાયણ વિશ્ર્વમંગલ ગુરૂકુલ આરોગ્ય, શિક્ષણ અને સમાજ કલ્યાણના ક્ષેત્રોમાં કાર્યરત છે ત્યારે ગુજરાત રાજયમાં પ્રથમ વખત સ્વામીનારાયણ યુનીવર્સીટીનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમા હજારો વિધાર્થીઓનું શિક્ષણ અને કેળવણી સાથે સંસ્કારોનું સિંચન કરાશે તેમજ પિ.એસ.એમ (પ્રેમસ્વરૂપ સ્વામી મલ્ટી સ્પેશિયાલીટી) હોસ્પીટલ જેમા હજારો દર્દિઓને રાહત દરે તેમજ જરૂર જણાયે વિનામુલ્યે સારવાર અપાશે ત્યારે તા.1/7/2022ના રોજ આ બંને સંસ્થાનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ સમારોહ કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહના વરદ હસ્તે કરવામા આવ્યો હતો તેમજ સંત તેમજ હોસ્પીટલનાં કારોબારી સભ્યો દ્વારા તેઓનું સાલ, મોમેન્ટો, કુલહાર ભેટ આપી અલગ-અલગ રીતે સન્માન કરવામાં આવ્યુ હતુ.
જેમા ગૃહમંત્રી એ પોતાના વક્તવ્ય દરમીયાન કહ્યુ હતુ કે, આજે અષાઢી બિજનો પવિત્ર દિવસ છે જે શુભ મુહર્ત માટે જાણીતો છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય તેમજ તેઓની સુખાકારી માટે આજે થયેલ ભૂમીપૂજન મારા વરદ હસ્તે કરાવવામા આવ્યો તેના માટે હું આભારી છું કારણ કે પોતે સ્વામીનારાયણ ભગવાને છપૈયા જેવી પાવન ઘરતી પર જન્મ લઇ નેપાળથી ક્ધયાકુમારી તેમજ અટકથી કટક સુધી વન-વિચરણ કરી કેટકેટલાય સમાજ સુધારક કાર્યો કર્યા છે, જેમાં શિક્ષણ, વ્યસન મુક્તી, સ્વચ્છતા અભિયાન, આધ્યાત્મીક પ્રવૃતીના જાગરણો કરતા કરતા એક એવી સેવાની સરવાણી છોડતા ગયા જે આખાયે વિશ્વમાં સંસ્કારોનું સિંચન કરી રહી છે સાથોસાથ સ્વામીનારાયણ સંપ્રદાયનો ગુજરાતના શિક્ષણ-વિકાસ કાર્યોમા પણ સિંહફાળો રહ્યો છે કારણ કે તેઓ એ દુર અંતરીયાળ વિસ્તારમાં ગુરૂકૂલો બનાવી જેમના ઘરમાં ભોજન ન હોય તેવા આદિવાસી વિસ્તારોના બાળકોની કેળવણી કરી માતૃ પ્રેમ પુરો પાડી તેમનુ ઘડતર કર્યું છે તેમજ આ પ્રસંગે શિક્ષણ પ્રધાન જીતુભાઇ વાઘાણી, ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌઘરી, પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, ઘારાસભ્યો, પદાધિકારીઓ વિગેરે મહાનુભાવોની ઉપસ્થીત રહ્યા હતા.
રેલવે વિભાગના 33 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
તેમણે જણાવ્યું અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં 10 રેલવે ક્રોસિંગ હટાવ્યા છે. તેની જગ્યાએ ઓવર બ્રીજ અથવા અન્ડર બ્રીજનું અમારી સરકારે બનાવ્યું છે. આ સાથે તેમણે ઉમેર્યું કે આજ થી જુદી જુદી 10 ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશન ખાતે ઉભી રહેશે. જેથી હવે મુંબઈ જવું હશે તો ચાંદલોડિયા રેલવે સ્ટેશનથી જ તમને ટ્રેન મળી જશે. આ સાથે મુઝઝફરથી અમદાવાદ એટલે કે, અમદાવાદથી બિહાર સુધીની ટ્રેન પણ તમે સાબરમતીથી પકડી શકશો. આ સાથે આ કાર્યક્રમમાં તેઓ વિપક્ષીઓનો પણ આડે હાથ લીધા હતાં.