1 થી 1ર અંકોમાં બ્રહ્મ, ત્રિગુણા, ચતુર્વેદા અને સપ્તર્ષિય જેવા અર્થો સમાયેલા ?
અબતક, અરૂણ દવે, રાજકોટ
પ્રાચિન ભારતની ભવ્ય સંસ્કૃતિએ આજની ઘણી શોધોને મૂળ સ્વરુપ આપ્યા છે. સમાજની ઘણી વ્યવસ્થા રીત રસમો પાછળએ જમાનામાં વૈજ્ઞાનિક તથ્યો આધારીત હતી. આજની આપણા ઘડિયાળ અને તે જમાનાની વૈદિક ઘડિયાળ પાછળ ગુઢ અર્થો છુપાયેલા છે. શુન્યની શોધ સમગ્ર વિશ્ર્વને ભેટ આપનાર આપણા આર્ય ભટ્ટ હતા.
વૈદિક ઘડિયાળમાં 1 થી 1ર અંકોના એક એકમાં બ્રહ્મના રહસ્યો છૂપાયેલા છે. દરેક અંકનો એક ચોકકસ વૈજ્ઞાનિક આધારો સાથેનો અર્થ પણ નીકળે છે. એ જમાનામાં સમય પ્રમાણે માનવીની દિનચર્યા અને ઉત્સવો પણ પ્રાચિન સંસ્કૃતિમાં જોવા મળતી હતી.
એકના સ્થાન પર બ્રહ્મ લખેલું છે. જેનો અર્થ બ્રહ્મ એક છે તેવો થાય છે. તો બેના સ્થાને અશ્વિની લખેલ હોવાથી તેનો અર્થ બે અશ્વિની કુમારો છે. 3 ના સ્થાને ત્રિગુણાનો અર્થ ત્રણ પ્રકારના ગુણોની વાતમાં સત્વ, રજસ અને તમસની વાત કરી છે.
ચારના સ્થાને ચતુર્વેદાનો અર્થ આપણાં ચારવેદો ઋણવેદ, યજાુર્વેદ, સામવેદ અને અથર્વવેદ થાય છે, પાંચના સ્થાનનો અર્થ આપણા પાંચ પ્રકારના પ્રાણો જેવા કે પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન છે. છ ના સ્થાનનો અર્થ પ્રડ્રસા આપણા 6 પ્રકારના રસની વાત કરે છે. જેમાં મધુર ખોટો, ખારો, કડવો, તીખો અને તૂરો સમાયેલ છે. સાતના સ્થાનનો અર્થ આપણા સપ્તર્ષિયની વાત કરે છે. જેમાં કશ્યપ, અત્રી, ભારદ્વાજ, વિશ્ર્વામિત્ર, ગૌત્તમ, જનદગ્નિ અને વરિષ્ઠ છે.
આઠમાં સ્થ્ાને અષ્ટસિઘ્ધીની વાતનો અર્થ આપણી આઠ પ્રકારની સિઘ્ધીની વાત છે જેમાં અણીયા, મહિમા, દધીમા, ગરીમા, પાટિડા, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ છે. નવમાં સ્થાનનો અર્થ નવદ્રવ્યાણી છે જે નવ નિધિઓની વાત કરે છે. જેમાં પદ્મા,મહાપદમ, નીલ, શઁખ મુકુંદ, નંદ, મકર, કશ્યપ અને પર્વ છે.
દશમા સ્થાને દશ દિશાઓમા આપણી પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઇશાન, અગ્નિ, નઋત્વ, વાયવ્ય, આકાશ અને પાતાળનો સમાવેશ થાય છે. અગિાયરમાં સ્થાનનો અર્થ રૂદ્રા થાય છે જે અગિયાર છે જેવી કે કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાથી, વાલોહિત, શાસ્તા, અજપાદ, અહિબુંઘ્ન્ય, ચંડ અને ભવ
બારમાં સ્થાને આદિત્યાનો અર્થ આપણા બાર આદિત્યોની વાત કરે છે જેમાં અંશુમાન, આપમાન, ઇંદુ, ત્વષ્ટા, ઘાતુ, પર્જન્ય, પૂષા, ભગમિત્ર, વરૂણ, વિવસ્વાન, વિષ્ણુ જેવો અર્થ કરાયો છે.
ભૂલી ગયેલી આપણા ભારતની મહાન સંસ્કૃતિને આપણા સંતાનોને વાત કરીને આપણા વારસાને અમર બનાવવાએ આજની ર1મી સદીમાં પણ આપણી પ્રાચિન સંસ્કૃતિની વિશ્ર્વમાં બોલબાલા છે ત્યારે આપણાં યુવાધન આ બાબતે સતત જાગૃત થઇને તેના પગલે ચાલે તે જરુરી છે.