નેચરલ ગ્લો લાવવા માટે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. આ દરમિયાન કેમિકલ બેસ્ડ પ્રોડક્ટ્સ લાંબા ગાળે તમારી સ્કિનને અનેક રીતે નુકસાન કરે છે. આમ, નેચરલ વસ્તુઓ સમય લે છે, પરંતુ તમારી સ્કિનને જોરદાર ફાયદો પહોંચાડે છે. આમ, તમારા ચહેરા પર ડાઘ-ધબ્બા, ડાર્ક સર્કલ જેવી કોઈ સમસ્યા છે તો આ ફેસ પેક તમારા માટે બેસ્ટ છે. આ ફેસ પેકથી સ્કિન મસ્ત ચમકી જશે. આ સાથે ચહેરો ચાંદી જેવો ચમકવા લાગશે.
ફેસ પેક બનાવવાની રીત
ઘરે કેમિકલ ફ્રી ફેસ પેક બનાવવા માટે બેસન, દૂધ, હળદર અને ગુલાબ જળની ખાસ જરૂર પડશે. તેમજ એક બાઉલ લો અને એમાં 2 ચમચી બેસન અને થોડું કાચું દૂધ મિક્સ કરો. હવે આમાં ચપટી હળદર અને એક ચમચી ગુલાબ જળ મિક્સ કરી દો. ત્યારબાદ આ બધી વસ્તુઓને પ્રોપર રીતે મિક્સ કરો. આ રીતે તૈયાર છે નેચરલ ફેસ પેક.
કેવી રીતે એપ્લાય કરશો
આ પેક ચહેરા પર એપ્લાય કરતા પહેલાં મોં પાણીથી ધોઈ લો. ત્યારબાદ આ પેક ચહેરા પર લગાવો અને અડધો કલાક માટે રહેવા દો. ત્યારપછી ફેસ વોશ કરી લો. મોં ધોયા પછી સ્કિન પર પોઝિટિવ અસર જોવા મળશે. તેમજ આ પેક તમે અઠવાડિયામાં 3 વાર લગાવી શકો છો. ત્યારબાદ ફેસ વોશ કર્યા પછી તમે ગુલાબ જળથી 5 મિનિટ માટે મસાજ કરો છો તો સ્કિન મસ્ત થાય છે.
જાણો ફાયદાઓ
બેસન, દૂધ, હળદર અને ગુલાબ જળ સ્કિન માટે સુપર બેસ્ટ સાબિત થાય છે. આ બધી વસ્તુઓમાંથી મળતાં તત્વો ડેડ સ્કિન સેલ્સ રિમૂવ કરીને ત્વચાની રંગત સુધારવામાં મદદ કરે છે. આમ, તમારા ચહેરા પર ખીલ વધારે છે તો આ પેક તમને કામમાં આવી શકે છે. તેમજ આ પેકથી સ્કિનની અંદરની ગંદકી દૂર થાય છે. આ પેક તમે દિવસમાં ગમે ત્યારે લગાવી શકો છો. આમ, તમે દિવાળી પહેલાં આ પેક લગાવો છો તો સ્કિન મસ્ત થઇ જશે. ચહેરો જોરદાર ગ્લો કરશે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.