દરેક પુરૂષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ પરંતુ સ્ત્રીની સફળતા પાછળ સ્ત્રીનો હાથ
પરિશ્રમનો કોઇ પર્યાય નથી
કહેવાય છે કે સફળ પુરૂષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. પરંતુ આજે આપણે એક એવા જીવંત ઉદાહરણ વિશે વાત કરીશું કે જેમાં સ્ત્રીની સફળતા પાછળ એક સ્ત્રીનો જ હાથ છે એવા રાજકોટના ઓઢણી શોરૂમના દેવ્યાંનીબેનની સકસેસ સ્ટોરી જાણવી જરૂરી આજે કુટુંબમાં દેરાણી જેઠાણી, નણંદ ભોજાઇના પ્રશ્ર્નો સામાજીક સમાસ્યા બનેલી છે. ત્યારે નણંદ દેવ્યાંનીબેન કે જેમની ગગનચુંબી સફળતા પાછળ તેમના ભાભી જીજ્ઞાબેન ગંગદેવનો સહકાર છે. તેમની નાની મોટી દરેક કામગીરીમાં જીજ્ઞાબેન હરહંમેશ સાથે રહ્યા છે.
દેવ્યાંનીબેન ગંગદેવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કયારેય પણ આ રીતે રજાઓની કલ્પના પણ નહોતી કરી પરંતુ હાલમાં જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ પરિવાર સાથે પણ રહિ શકાય છે. ઉપરાંત શાંતિપૂર્ણ ઘર કામ પણ કરે છે. ખાસ તો તેમણે ઓઢણીની શરૂઆત પોતે સક્ષમ બનવા કરેલી. શરૂઆતમાં તેવો જાતે કટીંગ અને સિવણ કરતાં હાલમાં ઓઢણીનું જે સ્વરુપ છે તે તેવોની સખત મહેતનનું જ ફળ છે.
હાલની પરિસ્થિતિનાં કારણે અમુક ઓર્ડર પણ કેન્સલ થયા છે. ઉપરાંત હજુ થોડા સમય સુધી ગ્રાહકો દ્વારા સારો પ્રતિસાદ નહિ મળે આ ઉપરાંત લોકડાઉન ખુલતામાં જે તે વ્યકિત કદાચ પ્રસંગ સાદગીથી પણ કરે તો આ પરિસ્થિતિ પણ નિર્માણ પામી શકે. આ ઉપરાંત તેવો હાલ પોતાના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે.
ત્યારરે તેમના પરિવારજનો આમા સહભાગી છે તેવોની પ્રેરણાના કારણે જ આજે તેવો સકસેસફુલ બન્યા છે સાથો સાથ તેઓએ પુરા પરિશ્રમ સાથે ઓઢણી શોરૂમ ઉભો કર્યો છે અને તેમનું માનવું છે કે પરિશ્રમનો કોઇ પર્યાય નથી.