હૈદરાબાદ ટેસ્ટમાં પણ બહાર બેઠશે મયંક અગ્રવાલ, ટીમ ઇન્ડિયાના 12 ખેલાડીઓના નામની જાહેરાત
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે મેચની સિરીઝની બીજી ટેસ્ટ 12 ઓક્ટોબરથી હૈદરાબાદના રાજીવગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતે રાજકોટમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચ 272 રને જીતી લીધી હતી. જેમાં ભારત તરફથી પૃથ્વી શૅા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ રેકોર્ડ બનાવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના 12 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.
મયંક અગ્રવાલને ફરી તક આપવામાં આવી નથી. બે ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ ટેસ્ટ માટે કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. ઓલ રાઉન્ડર હનુમા વિહારી, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને મયંક અગ્રવાલને તક આપવાની વાત હતી પરંતુ પસંદગીકારોએ રાજકોટ ટેસ્ટની ટીમને યથાવત રાખી છે.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, પૃથ્વી શૅા, ચેતેશ્વર પૂજારા , અજિંક્ય રહાણે , રિષભ પંત (વિકેટકીપર), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર
વેસ્ટ ઇન્ડીઝની ટીમ: જેસન હોલ્ડર (કેપ્ટન), સુનીલ એમ્બ્રીસ, દેવેન્દ્ર બિશૂ, ક્રેગ બ્રેથવેઇટ, રોસ્ટન ચેઝ, શેન ડાઉરિચ, શેનોન ગેબ્રિયલ, જહમર હેમિલ્ટન, શિમ્રોન હેટમેયર, શાર્ઇ હોપ, શેર્મન લેવિસ, કીમો પોલ, કિરન પોવેલ, કેમર રોચ, જોમેલ વારિકન