આજે ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. પહેલા તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે પૂર્ણ થયું હતું. 89 બેઠકો પર થયેલા મતદાન બાદ કોંગ્રેસ અને ભાજપ પોતાની જીતના દાવા કર્યા હતાં. હજુ સુધી મતદારોનો મૂડ કોઈ પાર્ટી કે રાજકીય વિશ્લેષકો પારખી શક્યા નથી. આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાઈ રહેલી બીજા તબક્કાની ચૂંટણી ગુજરાતમાં કોની સરકાર બનશે તે નક્કી કરશે. 2012માં ગુરુવારે યોજાનારી 93 બેઠકોમાંથી 53 બેઠકો ભાજપ જીત્યું હતું. જ્યારે કોંગ્રેસના ભાગે 38 બેઠકો આવી હતી. 1-1 બેઠક એનસીપી અને અપક્ષ જીત્યું હતું. હાલ 93 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે.
બીજા તબક્કાનું મતદાન શરૂ
Previous Articleકંઇક આવી છે વિરુષ્કા બ્રાન્ડની વેલ્યુ……
Next Article કેવો રહશે તમારો આજનો 14-12-2017 દિવસ