આરટીઈ એકટ ૨૦૦૯ હેઠળ ૨૫ ટકા મુજબ બિનઅનુદાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.૧માં વિનામુલ્યે પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓનું પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને ખાલી જગ્યા ધરાવતી બિનઅનુદાની ખાનગી પ્રાથમિક શાળાઓની પુન: પસંદગી કરવા તક આપવામાં આવે છે. ગઈકાલે શાળાઓની પુન: પસંદગી માટે એસએમએસથી વાલીઓને જાણ કરવામાં આવી હતી. વધુમાં વધુ વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ પ્રવેશ આપી શકાશે અને જે વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ હોય કે ન હોય તેવા વિદ્યાર્થીઓની શાળાની પુન: પસંદગી કરવા માટે તક આપવામાં આવતી નથી.
આરટીઈ પ્રવેશનો બીજો રાઉન્ડ ૧૮મી જુન મંગળવારનાં રોજ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત આરટીઈ પ્રવેશનાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવેલ હોય અને ટેકનિકલ કારણોસર જે-તે શાળાઓમાં પ્રવેશ મેળવી શકેલ ન હોય તેવા વિદ્યાર્થીઓને ગઈકાલે એસએમએસથી જાણ કરવામાં આવી હતી અને હવે બીજા રાઉન્ડ ૧૮મી જુન મંગળવારનાં રોજ જાહેર કરવામાં આવશે.