મીનળદેવી ટેકરી, પગદંડી, રેલીંગ બાળ ક્રિડાંગણ, ગાર્ડન રિનોવેશન કરાશે
રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં આવેલ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સરકારના વહીવટ હસ્તકનું મંદિર છે. જેના વિકાસ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૪માં રૂા. પ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી પ્રથમ તબકકાનું કામ પૂર્ણ થયેલ છે. અને રૂા. ૧.૮૬ કરોડની બચતમાંથી બીજા તબકકાની કામગીરી કરાશે. જિલ્લા પ્રવાસન સમિતીની મળેલી બેઠકમાં બીજા તબકકામાં કરવાના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
ગ્રાન્ટની મર્યાદામાં કરવાના થતા કામોની તાંત્રિક મંજૂરી મેળવવા આર્કિટેકટ અને કાર્યપાલક ઇજનેરને કાર્યવાહી કરવા ઉપરાંત વહિવટી મંજૂરી મેળવી તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા કરવાની સુચના જિલ્લા પ્રવાસન સમિતિના અધ્યક્ષ અને કલેકટરે આપી હતી
શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર પાસેના મીનળદેવી ટેકરી ઉપર ટેકરીના પગથિયા-પગદંડી, પાઇપ રેલીંગ, બાળક્રિડાંગણ, રમત-ગમતની રાઇડઝ, ગાર્ડન, લેન્ડસ્કેપીંગ, મંદિરમાંપીલર, ઘુમ્મટ, પેવિંગ, સ્નાનઘાટ, ચેન્જ રૂમ, ટોયલેટ, નદીમાં રીટેઇનીંગ વોલ તથા પગથિયા વગેરેની કામગીરી કરવામાં આવશે.