૬૦ વર્ષથી વધુ વયના તમામ અને ૪૫ વર્ષથી વધુ વયના ગંભીર બિમારી ધરાવતા લોકોને ડોઝ અપાશે

ખાનગી હોસ્પિટલોમાં પણ રસીકરણ શરૂ: એક ડોઝ માટે ચૂકવવા પડશે રૂ.૨૫૦

કોરોના વાયરસે ફેલાવેલી વૈશ્ર્વિક મહામારીમાંથીઉગરવા ભારત સહિત વિશ્ર્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં ચાલી રહી છે. કોરોનાને નાથવું બસ હવે, હાથવેતમાં જ હોય, તેમ રસીકરણ પ્રક્રિયા તેજ બની છે. ૧૬મી જાન્યુઆરીથી શરૂ થયેલી આ પ્રક્રિયાના પ્રથમ તબકકામાં ૩ કરોડ હેલ્થવર્કર્સ અને ફ્રંટલાઈન વર્કર્સને ‘કોરોના કવચ’ અપાયા બાદ હવે, આજથી ૧૦ કરોડ લોકોનાં રસીકરણ માટેનો બીજો તબકકો શરૂ થઈ ગયો છે.જે અંતર્ગત ૬૦ વર્ષથી વધુ વયના તમામ અને ૪૫ વર્ષથી વધુ વયના ગંભીર બિમારી ધરાવતા લોકોને ડોઝ અપાશે. આજથી શરૂ થયેલા આ બીજા તબકકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતા અને સાંસદોએ ડોઝ રૂપી કોરોના કવચ મેળવ્યું છે.

દિલ્હીની એઈમ્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લઈ ટવિટ કર્યું છે કે, મે કોવિડ ૧૯ વિરૂધ્ધનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. કોરોના સામેની વૈશ્ર્વિક લડાઈમાં આપણાં ડોકટરો, વૈજ્ઞાનિકોએ જે ઝડહપથી કામ કર્યું છે તે પ્રસંશનીય છે. હું તમામ લોકોને રસી લેવાનો આગ્રહ કરૂ છું આવો, આપણે બધા સાથે મળી ભારતને કોરોનામૂકત બનાવીએ.

ઉલ્લેખનીય છે કે, આજથી ખાનગી હોસ્પિટલોમાં પણ વેચાતા ડોઝ મળવાના છે. ગુજરાતની આશરે ૫૨૨ જેટલી ખાનગી હોસ્પિટલોમાંથી રસી લઈ શકાશે જયાં એક ડોઝના ૧૫૦ અને વહીવટી ચાર્જ રૂ.૧૦૦ એમ મળી કુલ ૨૫૦ રૂપીયા ચૂકવવા પડશે. પ્રથમ તબકકામાં ૩ કરોડ લોકોને કોરોનાકવચ પુરૂ પડાતું છે.ત્યારે હવે, આ બીજા તબકકામાં ૧૦ કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક છે.

આ ગંભીર બિમારી ધરાવતા લોકોને મળશે “કોરાના કવચ”

  • છેલ્લા એક વર્ષમાં હૃદય હુમલાનો ભોગ બનેલા.
  • વારંવાર હૃદયની તકલીફ અનુભવતા લોકો
  • ડાયાબીટીઝ (શુગર)
  • હાયપરટેન્શન
  • લ્યુકેમિયા બોનમેરો, થેલેસેમિયાગ્રસ્ત
  • કિડની, લીવરની બીમારી ધરાયતા લોકો
  • કેન્સરગ્રસ્ત લોકો
  • એચઆઈવીગ્રસ્ત લોકો
  • માનસિક રીતે નબળા વ્યકિત
  • એસિડ હુમલાનો ભોગ બનેલા લોકો
  • ઈમ્યુની ડેફક્ષસીયન્સીથી પીડિત લોકો

અંજલીબેન રૂપાણીએ લીધી રસી

IMG 20210301 WA0008

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ ભાટ ગામની એપોલો હોસ્પિટલ ખાતે  રસી લીધી હતી. પ્રથમ ડોઝ લીધા બાદ તેમણે જણાવ્યું હતું કે તમામ લોકોને રસી સુરક્ષીત છે તેમ જણાવી ડોઝ લેવા અપીલ કરી હતી.

રસી લેતા વડાપ્રધાન મોદી

EvW4QjsVEAI85yC

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ દિલ્હીની એઈમ્સ ખાતે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. કોરોના કવચ મેળવ્યા બાદ પ્રધાનમંત્રીએ ટવીટ કરી ડોકટરો અને વૈજ્ઞાનિકોની પ્રસંશા કરી ભારતને કોરોના મૂકત બનાવવામાં ફાળો આપી રસી લેવા અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.