મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિ.કમિશનર અને ઝુ સમિતિના ચેરમેનના વધામણા

તાજેતરમાં જ સફેદ વાઘણે બે વાઘ બાળને જન્મ આપ્યો હતો. હવે ઝૂમાં ઇમુ પક્ષીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો અને અત્યારે આ ત્રણેય બચ્ચા ત્રણ માસની ઉંમરના થઇ ગઇ છે, તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તેમજ બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું.

ઝૂ ખાતે પ્રથમ વખત તા.24/07/2015ના રોજ ઇમુ 5ક્ષીની જોડી (નર તથા માદા) રેસ્કયુ અર્થે મેળવવામાં આવેલ. આ બન્ને 5ક્ષીઓને અહીનું કુદરતી જંગલ સ્વરૂ5નું વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે નર માદાના સંવનનથી માદા ઇમુ દ્વારા ઇંડા મુકવામાં આવેલ. સામાન્ય રીતે ઇમુ 5ક્ષીઓમાં માદા 5ક્ષી ઇંડા મુકયા 5છી ઇંડાઓને સેવવાનું કાર્ય નર ઇમુ 5ક્ષી દ્વારા કરવામાં આવે છે. નર ઇમુ દ્વારા સફળતાપુર્વક સેવવાનું કાર્ય કરાતા 60 દિવસના અંતે ઇંડાઓમાં 3 બચ્ચાંઓનો જન્મ થયેલ. હાલ આ ત્રણેય બચ્ચાં ત્રણ માસના થઇ ગયેલ છે અને તંદુરસ્ત હાલતમાં પાંજરામાં હરતા-ફરતા જોઇને મુલાકાતીઓ પ્રભાવિત થાય છે.

ઇમુ 5ક્ષી વિશ્ર્વનું બીજા નંબરનુ સૌથી મોટુ ઉડી ન શકતુ 5ક્ષી છે. પ્રથમ નંબરે સૌથી મોટુ ઉડી ન શકતુ 5ક્ષી શાહમુગ છે.

ઇમુ 5ક્ષી ભારતના કોઇ 5ણ ભાગમાં જોવા મળતુ નથી. તેનું કુદરતી રહેઠાણ ઓસ્ટ્રેલીયા, ન્યુ હોલેન્ડ તથા ન્યુ જીનીયાના ખુલ્લા મેદાનો ધરાવતા જંગલો, સવાનાના મેદાનો અને સૂકા વિસ્તારોમાં જોવા મળે છે.

હાલ ઝૂ ખાતે જુદી જુદી 59 પ્રજાતિઓનાં કુલ-490 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.