થેગના ફાયદાથી આજની પેઢી અજાણ
સુરેન્દ્રનગર : નળકાંઠા વિસ્તારના ગામડાઓમાં આપમેળે ઉગી નીકળતા એક ખાસ પ્રકારનાં ઘાસને જમીનમાંથી ઉખાડીને તેના બીજને સાફ કરી તેને શેકવામાં આવે છે. આ કાર્ય પરંપરાગત રીતે નળકાંઠાના ગ્રામ્ય પંથકમાં શહેરમાં વેચવા માટે કાપડના પોટલામાં ભરીને ગલીએ ગલીએ વેચવા માટે આવતા ગ્રામીણ ફેરીયાઓ થેગ લ્યો રે થેગની બુમો હવે શહેરની ગલીઓ અને મહોલ્લાઓમાં સંભળાતી નથી. થેગ એટલે શું એ નવી પેઢીને થેગ દેખાડીને સમજાવવું પડે છે. ત્યારે જુવારના દાણા જેવી દેખાતી થેગ નામના ઘાંસના કુળનાં ધાનની પૌષ્ટીક્તાનો નવી પેઢીને ખ્યાલ નથી. સ્વાભાવિક રીતે જ થેગ વેચવા નીકળતા ગામઠી ફેરિયાઓ પણ હવે ખાસ જોવા મળતા નથી. અને થેગ માટે કદરદાન ગ્રાહકો શોધતા ફરે છે. કેમકે નવી પેઢીને ફાસ્ટફુડના ચટાકાનો એવો સ્વાદ લાગ્યો છેકે પૌષ્ટીક તત્વોની પ્રચુરમાત્રા ધરાવતા થેગનો સ્વાદ હવે તેને ફિક્કો લાગે છે.