Abtak Media Google News
  • વિવિધ પ્રતિનિધિ મંડળ દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાનમાં રાખી નવી નીતિ જાહેર કરી

ટી.આર.પી. ગેઈમ ઝોનના બનાવ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી ફાયર એન.ઓ.સી. અને બી.યુ. પરમિશન ન હોય તેવા એસેમ્બલી પ્રકારના એકમો કે જેમાં શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલ બિલ્ડીંગ, સમાજની વાડી વગેરેને ફાયર એન.ઓ.સી./બી.યુ. પરમિશન નહીં હોવાથી સીલ કરવામાં આવેલ. ત્યારબાદ જે એકમો દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવવા જરૂરી સાધનો/વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત કરવામાં આવેલ તેમને ફાયર એન.ઓ.સી. મેળવવા યોગ્ય કાર્યવાહી કરવા સીલ ખોલી આપવામાં  આવે છે. દરમ્યાન શૈક્ષણિક સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિ મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, હોસ્પિટલ એકમોના પ્રતિનિધિ મંડળો તરફથી ફાયર એન.ઓ.સી. હોય તેવા એકમોનો વપરાશ કરવા કાયમી સીલ ખોલી આપવા અવારનવાર રજૂઆત મળેલ છે.  શૈક્ષણિક સત્ર   શરૂ થનાર છે. તેમજ આરોગ્ય વિષયક આવશ્યક એકમોને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત થયેલ કમિટી દ્વારા ઉપરોક્ત મળેલ રજૂઆત તથા પરિસ્થિતિ ધ્યાને લઇ  સીલ ખોલવા નવા નિયમ જાહેર કરાયા

શૈક્ષણિક એકમો જેવા કે સ્કૂલ, કોલેજ, પ્રી-સ્કુલ, કોચિંગ ક્લાસ જેમની પાસે માન્ય ફાયર એનઓસી ઉપલબ્ધ છે તેઓને (બીયુ અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે.

હોસ્પિટલ, ક્લિનિક, સમાજવાડી જેવા એકમો પાસે માન્ય ફાયર એનઓસી ઉપલબ્ધ છે તેઓને (બીયુ અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે.

હોસ્પિટલ, ક્લિનિક તથા  શૈક્ષણિક એકમો જેવા કે સ્કુલ, કોલેજ, પ્રી-સ્કુલ, કોચિંગ ક્લાસ જેમની પાસે ફાયર એનઓસી છે, પરંતુ ફાયર એનઓસી રીન્યુ કરાવેલ નથી તેઓને (બીયુ અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને દિન-15 માં ફાયર  એનઓસી રીન્યુ કરીને રજૂ કરવાની શરતે સીલ ખોલી શકાશે. નિયત સમય મર્યાદામાં રીન્યુ સર્ટિફિકેટ રજૂ કરવામાં નહીં આવે તો કોઈપણ જાતની વધુ મુદ્દત આપવામાં નહીં આવે અને એકમ સીલ કરવામાં આવશે.

શૈક્ષણિક એકમો તથા હોસ્પિટલ, ક્લિનિક પ્રકારના એકમો જેને ફાયર રેગ્યુલેશન મુજબ ફાયર એનઓસી મેળવવાની જરૂર નથી તેઓએ જો કોઈ અનધિકૃત બાંધકામ હોય તેને ઇમ્પેક્ટ હેઠળ જરૂરી કાર્યવાહી કરવાનું સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે.

અન્ય એસેમ્બલી બિલ્ડીંગ પ્રકારના એકમો જેવા કે, મોલ / શોપિંગ કોમ્પલેક્ષ, પાર્ટી પ્લોટ, બેંકવેટ હોલ, રેસ્ટોરન્ટ, હોટલ, થિયેટર, મલ્ટિપ્લેક્સ, જીમ વિગેરે પ્રકારના એકમો માન્ય ફાયર એનઓસી તથા બીયુ / અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી સીલ ખોલવા યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની રહેશે.

સોંગદનામા લઇ 45 મિલકતોના સીલ ખોલી દેવાયા

ફાયર સેફ્ટી અને બીયુ પરમીશન વિનાની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. દરમિયાન ગઇકાલે કોર્પોરેશન દ્વારા આવી મિલકતોના સીલ ખોલવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આજથી તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે કુલ 46 અરજીઓ મળી હતી. જે પૈકી 45 અરજીઓ મંજૂર કરી તેના સોંગદનામા લઇ સીલ ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એક અરજી પેન્ડિંગ રાખવામાં આવી છે. અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બીયુ પરમીશન વિનાની મિલકતો ધડાધડ સીલ કરવામાં આવી રહી છે. જેના કારણે શાળા-કોલેજો, પ્લેહાઉસ અને હોસ્પિટલના સંચાલકો દ્વારા સીલીંગ ખોલવા માટે કોઇ નિયત ગાઇડલાઇન કે એસઓપી જાહેર કરવાની માંગણી કરી હતી. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા ગઇકાલે નવી માર્ગદર્શિકા જાહેર કરાયા બાદ આજથી કોર્પોરેશન દ્વારા સોંગદનામા લઇ સીલ કરાયેલી મિલકતો ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગઇકાલે કુલ 76 સોંગદનામા ચેક કરાયા હતા. 71ના સીલ ખોલવામાં આવ્યા હતા. જો કે, નવા નિયમ પૂર્વે જે સીલ ખોલવામાં આવતા હતા તે હંગામી ધોરણે જ ખોલવામાં આવતા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.