‘નહીં કુળથી ક્ધિતુ મૂલ મુલવાય ગુણો વડે’ 

પીડિતોના પરમેશ્વર તરીકે ભારતમાં ડો. આંબેડકરનુ નામ અમર રહેશે

જાતિ પ્રથાના કારણે કર્ણ જેવા તેજસ્વી કુમારને પણ હડધૂત થવું પડયું હતું. એકલવ્ય જેવા અસાધારણ શિષ્યને પણ પોતાના અંગૂઠાની ગુરુદક્ષિણા ચૂકવવી પડી હતી. એમ ડો.આંબેડકર જેવા વિરલ વ્યકિતત્વ ને પણ આભડછેટ નો અભિશાપ સહન કરવો પડયો હતો.

અન્યાય ચૂપચાપ સહન કરે તે પશુ અને અન્યાયને ખતમ કરવા મેદાને પડે તે માનવ ! અસ્પૃશ્યતાના કલંક ને નાબૂદ કરવા આજીવન ઝઝૂમવાનું વ્રત લેનાર મહામાનવ એ જ ડો.આંબેડકર !મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના આમ્બડવા નામના એક નાનકડા ગામમાં રહેતા રામજી માલોજી શકપાલનાં પત્ની ભીમાબાઈના કૂખે તા.14 મી એપ્રિલ,1891 ના દિને જન્મ્યું ચૌદમું પ્રતાપી સંતાન ! ભીમનું નામ શક્તિ અને બળમાં મોખરે ગણાય છે, તેમ આ નવજાત બાળક પણ બધી જ રીતે બળવાન અને મહાન બનશે એવા વિચારથી આ બાળકનું નામ પાડવામાં આવ્યું ભીમરાવ!

જૂનાગઢની સ2સ્વતી સ્કૂલના સંચાલકો  પ્રદિપભાઈ ખીમાણી, જગદીશભાઈ ખીમાણી, ન2ેશભાઈ ખીમાણી તથા 2ધુભાઈ ખીમાણી એમ પણ જણાવે છે કે મુંબઈમાં શરૂઆતમાં એક મરાઠી હાઈસ્કૂલમાં અને પછી એલ્ફીન્સ્ટન હાઈસ્કૂલમાં ભીમરાવે અભ્યાસ શરૂ કર્યો.પરિવારને રહેવા માટે માત્ર નાનકડી એક જ ખોલી હતી તેથી મધરાતે બધા સૂઈ જતા ત્યારે ભીમરાવ આખી રાત જાગીને અભ્યાસ કરતા.

એવામાં ભીમરાવને પરિચય થયો મુંબઈની સિટી હાઈસ્કૂલના માયાળુ એવા આચાર્ય કૃષ્ણાજી કેલૂસ્કરનો. ભીમરાવની યોગ્યતા અને આવડત જોઈ તેઓ હંમેશા ભીમને પ્રોત્સાહિત કરતા. ઉત્સાહ અને ખંતથી ભીમરાવને પોતાની જ્ઞાતિમાં સૌ પ્રથમ મેટ્રિકની પરીક્ષ્ાા પસાર કરવાનું સૌભાગ્ય સાંપડયું. ઈ.સ. 1912માં ભીમરાવે એલ્ફીન્સ્ટન કોલેજમાંથી બી.એ. ની પરીક્ષ્ાા પસાર કરી. સ્નાતક થયા પછી તેમને વડોદરા રાજયમાં નોકરી મળી. એ તેનું સદ્ભાગ્ય !મહારાજા સયાજીરાવ તરફથી તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક મદદ  અપાતી.

અર્થશાસ્ત્રના વધુ અભ્યાસ માટે નલંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસ એન્ડ પોલિટિકસથ માં પ્રવેશ લીધો પરંતુ અર્થશાસ્ત્રમાં ઉચ્ચ પદવી મેળવવાની ઈચ્છા અધૂરી રહી કેમ કે અભ્યાસ કરવાની મુદ્દત પૂરી થતાં વડોદરા રાજયથી ભીમરાવને સ્વદેશ પાછા ફરવાનું ફરમાન મોકલાવ્યું. ભીમરાવ ભારત પાછા ફર્યા.પણ આ બધા દરમિયાન જ્ઞાન, મનન, ચિંતન, અભ્યાસ અને આત્મવિશ્ર્વાસે એક નવા જ આંબેડકરને જન્મ આપ્યો હતો. તેમણે મનમાં નિશ્ર્ચય કર્યો કે મારા દલિત, પીડિત અને હડધૂત બંધુઓનાં આંસુ લૂછયા વિના બેસી રહું તો મારું શિક્ષ્ાણ લાજે. આંબેડકરની નિમણૂંક ગાયકવાડ સરકારે ઉચ્ચ અધિકારી તરીકે કરી હતી. નોકરી દરમ્યાન પણ કડવા અનુભવો ! મહારજાતિના હોવાથી પટ્ટાવાળો તેમને પાણીનો પ્યાલો આપવા પણ તૈયાર નહોતો ! ફાઈલો હાથોહાથ મળવાને બદલે દૂરથી ફેંકવામાં આવતી !આ બધું તેમના સ્વમાની સ્વભાવને અસહય હતું તેથી વડોદરાની નોકરીને તિલાંજલિ આપી તે પાછા મુંબઈ આવ્યા.

6 સપ્ટેમ્બર, 1930માં પ્રથમ ગોળમેજી પરિષદમાં ઉપસ્થિત રહેવા માટે ડો. આંબેડકરને નિમંત્રણ મળ્યું. જયાં તેમણે સ્વરાજય અને દલિતોની કફોડી સ્થિતિનું હૃદય દ્રાવક વર્ણન કર્યું. 24 મી સપ્ટેમ્બર, 1932 માં પૂર્ણ કરાર થયા અને મુંબઈની સભામાં દલિતોને સંસ્થાઓનો ઉપયોગ કરવાના અધિકારોની ધોષણા થઈ. આ દરમ્યાન  એક કારમો આઘાત ડો. ભીમરાવ પર આવી પડયો. તેમના પત્ની રમાબાઈનું અવસાન થયું.પણ એ આઘાત પણ સહી લઈને કર્તવ્યો માટે તે આગેકૂચ કરતા રહયાં અને લો કોલેજના પ્રિન્સિપાલ બન્યા. 1942 માં કાર્યકારિણી સભામાં તેમની નિમણૂક થઈ અને તેઓ મજૂર પ્રધાન બન્યા. મજૂરોના કલ્યાણ માટે ડો. આંબેડકરે સરકાર સમક્ષ વિવિધ યોજનાઓ રજૂ કરી, 16 દલિત વિદ્યાર્થીઓને ઉંચ્ચ શિક્ષ્ાણ માટે વિદેશ મોકલ્યા, સરકારી વિભાગોમાં અછૂતો માટે અનામત જગાઓ ઉભી કરાવી.1946 માં બંધારણ સભાના સભ્ય તરીકે બાબા સાહેબની નિયુકિત થઈ. અસ્પૃશ્યતાનું કલંક નાબૂદ કરવાની દિશામાં આગળ વધવાની હવે વધુ શકયતાઓ ઉભી થઈ. તેવામાં 1947માં એક મહા સ્વપ્ન સાકાર થયું ! આઝાદીના અજવાળાં રેલાયાં ! ડો. આંબેડકર સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. અને 26મી ઓગસ્ટ 1947માં બંધારણનો મુસદ્દો ઘડવા સમિતિના અધ્યક્ષ તરીકે ડો.આંબેડકરની વરણી થઈ. ભારતના બંધારણે અસ્પૃશ્યો માટે ગતિ-પ્રગતિનાં દ્વાર ખોલી નાખ્યાં. અસ્પૃશ્યતાને કાનૂની અપરાધ ગણાયો. બાબા સાહેબે આદરેલું વ્રત પરિપૂર્ણ થયું ! દિલ્હીમાં આંબેડકર ભવનનો શિલાન્યાસ થયો.1956માં બૌદ્ધ નેતા તરીકે નવિશ્ર્વ બૌદ્ધ સંમેલનથ માં તેઓ ગયા. દલિત જાતિના ઉદ્ધારમાં બૌદ્ધ  ધર્મ મદદરૂપ થશે એમ તેમને લાગ્યું. 14મી ઓકટોબર 1956માં સપરિવાર તેમણે બૌદ્ધ મત અંગીકાર કર્યો.બાબાસાહેબ અસ્પૃશ્યોના ઉદ્ધાર માટે સતત ઝઝૂમતા રહ્યા પણ સતત સંઘર્ષોએ તેમના શરીરને કયારનુંય ક્ષીણ બનાવી દીધું હતું.

ડિસેમ્બર, 1965 શ્રી દલાઇલામાના સન્માન સમારંભમાં ડો. આંબેડકરે હાજરી આપી. 11 વર્ષથી આરંભેલા ‘ગોસ્પેલ ઓફ બુદ્ધ’ની ભૂમિકા લખીને 5 મી ડિસેમ્બરની રાતે તેઓ નિદ્રાધીન થયા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.