પરીક્ષાર્થીઓને નિ:શુલ્ક એસ.ટી. મુસાફરીનીસુવિધા આપવાની મુખ્યમંત્રીની જાહેરાત
પરીક્ષાનોસમય જાહેર ન કરાતા ઉમેદવારો મુંઝવણમાં તૈયારીઓમાટે એકમાસનો સમય
પેપર લીકની ઘટના બાદ રદ્દ કરાયેલીલોકરક્ષક દળની પરીક્ષા આગામી ૬ જાન્યુઆરી રવિવારના રોજ લેવાનો નિર્ણય કરાયો છે. બીજી ડિસેમ્બરે જે લેખીત પરીક્ષા લેવાની હતી તે રદ્દ કરવામાં આવી હતી. રાજય પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના ચેરમેને કહ્યું હતું કે, પરીક્ષાના ઉમેદવારોને ટૂંક સમયમાં જ નવા કોલ લેટર પહોંચાડવામાં આવશે.
લોકરક્ષક દળની પરીક્ષા રદ્દ થતાં ૮.૭૫ લાખ ઉમેદવારોનો સમય અને પૈસાનો બગાડ થયો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગામી ૬ જાન્યુઆરીએ લેવાનાર પરીક્ષામાં આવતા ઉમેદવારોનેએસ.ટી. મુસાફરી નિ:શુલ્ક આપવાનું જાહેરકર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રદ્દ થયેલી જે પરીક્ષા લેવાશે તેમજ હવેથી જે કોઈ અન્ય પરીક્ષાઓ લેવાશે તેમાંપણ કડક કાયદા તેમજ ઉમાન્દારીપૂર્વક પરીક્ષા લેવાશે. તેથી ઉમેદવારોનેપેપર લખવાની વ્યવસ્થા ન ખોરવાઈ. તેમણે વધુમાં પરીક્ષાર્થીઓનેકહ્યું હતું કે, વધુ મહેનત અને લગન સાથે તેઓ પરીક્ષાની તૈયારીકરે.