શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા શહિદ ભગતસિંહજી ગાર્ડનમાં મહાપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બાળકોના મનોરંજન માટે મુકવામાં આવેલા મોટાભાગના સાધનોની હાલત હાલ ભંગાર જેવી થઈ ગઈ છે. લપસીયા, ઉચક-નિચક, હિંચકા, ચકરડી સહિતના સાધનો તુટી ગયા છે. આ તુટેલા સાધનો બાળકોને મનોરંજન પુરુ પાડવાના બદલે બાળકો માટે જોખમકારક બની ગયા છે. તાજેતરમાં શહિદ ભગતસિંહજીની જન્મજયંતિના દિવસે મહાપાલિકાના પદાધિકારીઓ અહીં ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવા ચોકકસ ગયા હતા પરંતુ એક પણ નેતાની નજર બગીચામાં તુટેલા રમત-ગમતના સાધનો પર પડી ન હતી. વર્ષે ગાળે બગીચાના સાધનો રીપેર કરાવવા અને નવા સાધનો મુકવા માટે લાખો ‚પિયાનો ખર્ચ મંજુર કરવામાં આવે છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ બાળકોના ભાગનું પણ મુકતા નથી અને તેમાંથી પણ વહિવટી કરી જાય છે. બગીચામાં મુકવામાં આવતા રમત-ગમતના સાધનો એકાદ બે માસ સુધી માંડ સાજા રહે છે ત્યારબાદ ભંગાર હાલતમાં ફેરવાઈ જાય છે. અમુક બગીચાઓમાં તો જુના સાધનોને રીપેરીંગ કરી, કલર કામ કરી નવા વાઘા પહેરાવી દેવામાં આવે છે અને ચોપડે ખર્ચ નવા સાધનો ખરીદયા હોવાનો પણ ઉધારવામાં આવતો હોવાની શંકા પણ દિન-પ્રતિદિન સબળ બની રહી છે.
Trending
- Jamnagarમાં પંચશીલ માધ્યમિક શાળાએ મિલકત વેરો નહીં ભરતા તંત્ર દ્વારા સીલ કરાઈ
- ગુજરાતમાં થશે અનોખા સમૂહ લગ્ન..!
- ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય વધારાઈ
- અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ માટેનું બુકિંગ આજથી થશે શરૂ,ચૂક્યાં તો રહી ગયા
- Surat : ડ્રગ્સ સપ્લાય કરનાર ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો
- જાણો છો કે બીમાર પડીએ ત્યારે dr. શા માટે સફરજન ખાવાની સલાહ આપે છે!
- આપણે સંવાદ, સામાજીક એકતા અને પરસ્પર સમજણ દ્વારા વ્યાખ્યાયિત માર્ગ બનાવીએ
- ગોંડલ: શિવમ ટ્રસ્ટ દ્વારા બંદોબસ્તમાં ખડેપગે રહેલા પોલીસ માટે કરાઇ ચા-કોફીની વ્યવસ્થા