શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા શહિદ ભગતસિંહજી ગાર્ડનમાં મહાપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બાળકોના મનોરંજન માટે મુકવામાં આવેલા મોટાભાગના સાધનોની હાલત હાલ ભંગાર જેવી થઈ ગઈ છે. લપસીયા, ઉચક-નિચક, હિંચકા, ચકરડી સહિતના સાધનો તુટી ગયા છે. આ તુટેલા સાધનો બાળકોને મનોરંજન પુરુ પાડવાના બદલે બાળકો માટે જોખમકારક બની ગયા છે. તાજેતરમાં શહિદ ભગતસિંહજીની જન્મજયંતિના દિવસે મહાપાલિકાના પદાધિકારીઓ અહીં ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવા ચોકકસ ગયા હતા પરંતુ એક પણ નેતાની નજર બગીચામાં તુટેલા રમત-ગમતના સાધનો પર પડી ન હતી. વર્ષે ગાળે બગીચાના સાધનો રીપેર કરાવવા અને નવા સાધનો મુકવા માટે લાખો ‚પિયાનો ખર્ચ મંજુર કરવામાં આવે છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ બાળકોના ભાગનું પણ મુકતા નથી અને તેમાંથી પણ વહિવટી કરી જાય છે. બગીચામાં મુકવામાં આવતા રમત-ગમતના સાધનો એકાદ બે માસ સુધી માંડ સાજા રહે છે ત્યારબાદ ભંગાર હાલતમાં ફેરવાઈ જાય છે. અમુક બગીચાઓમાં તો જુના સાધનોને રીપેરીંગ કરી, કલર કામ કરી નવા વાઘા પહેરાવી દેવામાં આવે છે અને ચોપડે ખર્ચ નવા સાધનો ખરીદયા હોવાનો પણ ઉધારવામાં આવતો હોવાની શંકા પણ દિન-પ્રતિદિન સબળ બની રહી છે.
Trending
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત
- બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા, 38ના મો*ત અને 23 ઘાયલ
- લડુ ગોપાલની સેવા કરતી વખતે ધ્યાનમાં રાખો આ નિયમો, ધન-સંપત્તિ અને સુખ થશે પ્રાપ્ત !
- ભારતમાં ભગવાન હનુમાનના ટોપના 3 આઇકોનિક મંદિરો…
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સીધી સરળ વાતથી કાર્ય નહિ બને એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે, બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા, દિવસ પ્રગતિકારક રહે.
- દરેક માણસે “મનનો ચમત્કાર” અનુભવવો જોઈએ: વર્લ્ડ મેડિટેશન ડે પર સદ્ગુરુનો મેસેજ
- PM એ ટી.બી. મુક્ત ભારતનો કરેલો નિર્ધાર સાકાર કરવા ગુજરાત ટાર્ગેટેડ એપ્રોચ સાથે પ્રતિબદ્ધ છે: CM