- સાચે જ બહુ બે દર્દ હોય છે, આ “કમોસમી વરસાદ’અમીર પકવાનો ખાવાનું “વિચારે’ અને ખેડૂત ઝેર ખાવાનું
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે ત્યારે દેશના અર્થતંત્રની સાથે સાથે વૃદ્ધિદરની રફતાર જાળવી રાખવી અનિવાર્ય છે તેવા સંજોગોમાં અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ઔદ્યોગિક ઉત્પાદનની માં વધારાની સાથે સાથે રાજકુશીએ ખાદમાં ઘટાડો આયાતનું ભારોણ ઘટાડી નિકાસ ને વેગવાન બનાવવું અનિવાર્ય બન્યું છે ત્યારે કૃષિ અને કૃષિ કારની સમૃદ્ધિ પણ અનિવાર્ય બની છે, ત્યારે ખેતી માટે ખેડ ખેતરને પાણી ની યોગ્ય ઉપલબ્ધિ પણ એટલી જ અનિવાર્ય છે ભારત કૃષિ પ્રધાન દેશ હોવા છતાં 80% થી વધુ ખેતી ચોમાસાના વરસાદના આધારિત હોવાથી વરસાદની અનિયમિતતા ખુરશી માટે અને પરોક્ષ રીતે અર્થતંત્ર માટે આફત રૂપ બની રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારત ની ખેતી અને ખેડૂતો માટે માવઠું ક્યારે ય લાભકારક હોતું નથી તાજેતરમાં ભર ઉનાળે બદલાયેલા મોસમના મિજાજ અને વાવાઝોડા સાથે વરસાદની આફત અનેક ખેડૂતો માટે મોઢે આવેલો તૈયાર કોળિયો જૂતવી લેવા જેવો બન્યો છે છેલ્લા કેટલાક સમયથી સતત કમોસમી વરસાદની કુદરતી આપતો ના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય છે દર વખતે ખેડૂતોને નુકસાની સર્વે થાય છે ખેડૂતો નુકસાનના વળતરની માંગ કરે છે આ પ્રક્રિયા રાબેતા મુજબની થઈ ગઈ છે ખેડૂતોને આવેલી ખાદ નું વાસ્તવિક વળતર ક્યારે કોઈ ચૂકવી શકે જ નહીં તાજેતરમાં જ ભર ઉનાળે ભારે પવન સાથે કમોસમી વરસાદ અને કરા પડવા ના માવઠાથી ખેડૂતોનો તૈયાર પાક બગડી ગયો છે બાગાયતી પાકમાં પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે ખાસ કરીને કેરીના બાગાયતદારોને ન પુરાય તેવી ખોટનો ફટકો આવી પડ્યો છે વરસાદ ખેતી માટે અમૃત ગણાય પણ કમોસમી વરસાદ ખેડૂતો અને ખેતી માટે વીસ જેવું કામ કરે છે દર વખતે માવઠામાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા હોય છે અને ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે તાત્કાલિક સર્વે કરાવી સહાય મળી જાય તો ખેડૂતોને થોડી રાહત થાય સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડતા ફટકા ની આર્થિક ખોટ લાંબા ગાળે ખેડૂત અને ખેતી માટે જ ઘાતક પુરવાર થાય છે
વિજ્ઞાન અને ટેકનોલોજી ના આ યુગમાં હવે હવામાન ખાતાની સચોટ આગાહી થી કમોસમી વરસાદ જેવી કુદરતી આપત્તોની અગાઉથી જાણકારી મળી જાય છે તેનાથી ખુલ્લામાં પડેલી ઝડપ અને વાવેતર ની વ્યવસ્થા કરી શકાય જો કે 24 કલાક સીમ અને ખેતીમાં ઓતપોત રહેનાર ખેડૂતને આગાહી ની વરસાદ આવી ગયા પછી ખબર રહેતી હોય તેવી સ્થિતિમાં માવઠું વધારે નુકસાનકારક થાય છે એટલે વણં જોઈતો વરસાદ અમીરો માટે ભલે પકવાન ખાવા માટે મન કરનાર હોય પણ ખેડૂતોને તો માવઠા થી થતા નુકસાનમાં ઝેર પીવાનું મન થાય