શીતળા સાતમ શ્રાવણ મહિનામાં આવે છે. આ દિવસે લોકો ઠંડુ ખાઈ છે , આ દિવસે બધાના ઘરે અવનવી વાનગીઓ બને છે થેપલા, સૂકીભાજી, મીઠાઇ, નમકીન બધુ આગલે દિવસે એટલે કે રાંધણ છટના દિવસે બનાવામાં આવે છે. આ દિવસ માતા શીતળા દેવીનું માનવામાં આવે છે. આ દિવસે બધી જ માતા સવારે માથે સ્નાન કરે છે શીતળા માતા ને નાગલો ચૂની, અબીલ ગુલાલ થી પૂજન કરે છે. આ દિવસે માતા પોતાના બાળકો માટે માતા પાસે રક્ષા માંગે છે એવું માનવામાં આવે છે શીતળા માતા શરીરની રક્ષા કરે છે. શીતળા સાતમના આગલે દિવસે બધા પોતના ઘરનો ચૂલો રાતે ઠારી ને સુવે છે. એવું માનવામાં આવે છે શીતળા માતાનું પૂજન કરવાથી અછબડા, ઓરી, શીતળા જેવી બીમારીથી બાળકો દૂર રહે છે અને શીતળા માતા રક્ષણ કરે છે.
શીતળા સાતમના દિવસે લોકો ઠંડુ ખાઈ છે એનું મહત્વ હજી સુધી ઓછા લોકોને ખબર છે. ચાલો આજે એનું મહત્વ જાણીય.
ભારત દેશ ખાવા પીવાનો સૌથી શોખીન દેશ છે, આજે પણ દેશમાં સહકુટુંબમાં રહે છે જેથી કરીને સ્ત્રીઓ આખો દિવસ ઘરનું કામ અને રસોઈમાં જ હોય છે. તે ક્યારેય પોતાના માટે સમય આપી શક્તી નથી. આ દિવસે ઘરના નાના મોટા બધાજ મળી ને ઠંડુ ખાઈ છે.
ભારત દેશ પોતાની રોગપ્રતિકારક શક્તિને ખૂબ મહત્વ આપે છે. એવું માનવા આવે છે કે આ દિવસે ઠંડુ થી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાઈ છે. આ દિવસ ગરમી અને વરસાદના દિવસે આવે છે, જેમાં ઘણા લોકોને ઋતુગત બીમારી હોય છે શરદી, જૂનો તાવ,ખાંસી, આંખની બીમારીમાં મદદ રૂપ થાય છે. ઠંડુ ખોરાક લેવાથી પાચન શક્તિમાં પણ લાભદાયક માનવામાં આવે છે. વર્ષ માં એક દિવસ ઠંડુ બધા મળીને ખાઈ અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે એટલા માટે શીતળા સાતમ માનવામાં આવે છે.