રાજય સરકારે કેન્દ્રના નિયમો સખત પાલન કરવાનો નિર્ણય લીધો છે કે સ્કૂલ બેગ બાળકના વજનના ૧૦ ટકાથી વધુ ભારે ન હોવી જોઈએ
વિદ્યાર્થીઓના સ્કૂલ બેગના વજન અંગે માનવ સંશાધન વિકાસ મંત્રાલયએ જાહેર કરેલા પરીપત્ર બાદ રાજય સરકારે આ અંગે નિર્દેશો જાહેર કર્યા છે. આ અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના સ્કૂલ બેગના વજનનું નકકી કરાયેલ ક્રાઈટ એરીયાનું ઉલ્લંઘન કરનાર શાળાઓ અથવા સંસ્થાઓ સામે કડક પગલા લેવામાં આવશે. રાજય સરકારે કેન્દ્રના નિયમો સખત પાલન કરવાનો નિર્ણય લીધો છે કે સ્કૂલ બેગ બાળકના વજનના ૧૦ ટકાથી વધુ ભારે ન હોવી જોઈએ.
સરકારના અભ્યાસ મુજબ સામે આવ્યું કે, વિદ્યાર્થીઓના દફતરના ભારે વજનથી તેમની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. આ ઉપરાંત ધો.૧ અને ૨ના વિદ્યાર્થીઓને હોમવર્ક ન આપવા અંગે પણ જાહેરાત કરવામાં આવી હતી તો ધોરણ ૩ અને ૫ના વિદ્યાર્થીઓને માત્ર અડધી કલાકનું જ હોમવર્ક આપવાના આદેશ અપાયા છે.
સીબીએસઈ જેવા કેન્દ્રના શિક્ષણ બોર્ડમાં કેટલાક એવા નિયમો પણ છે જેથી શાળાઓને કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. પધ્ધતિમાં ફેરફારોથી શાળાઓએ પોતાના ટાઈમ ટેબલ તેમજ પુસ્તકોનું પ્રાધાન્ય નકકી કરવાની સાથે વર્ગખંડના સમયનું પણ એડજસ્ટમેન્ટ કરવું પડશે. સીબીએસઈમાં ફૂલસ્કેપની બુકનું વલણ છે. ત્યારે વિદ્યાર્થીઓના દફતરનું વજન કઈ રીતે મેનેજ કરાશે તો શાળાઓમાં લઈ જવાથી બુકોમાં પણ કઈ રીતે બાંધછોડ કરાશે. કુલ વિષયોની પુસ્તકો લઈ જવી ફરજીયાત કરાશે કે મરજીયાત ? આ અંગે પણ કેટલાક પ્રશ્ર્નો છે.
હવે બાળકોના સ્કૂલ બેગમાં પુસ્તકો સિવાય પણ કંપાસ બોકસ, પાણીની બોટલ, લંચ બોકસ જેવી વસ્તુઓ હોય છે. ત્યારે શાળાઓ કઈ રીતે વજન કઈ રીતે હળવો કરશે. બની શકે છે કે, શાળાએ જતા વિદ્યાર્થીઓના બેગનું વજન, વજન કાંટા ઉપર રાખીને ચેક કર્યા બાદ ફરિયાદ પણ નોંધાવવામાં આવે ત્યારે હવે દફતરોનું વજન ઘટાડાશે કે ટાઈમ ટેબલ એડજસ્ટ કરાશે. આ સંચાલન શાળા માટે મથામણ સાબીત થશે. જો કોઈ અધિકારી બેગની ચકાસણી કરશે તો જે તે સ્કૂલ બેગ અને હોમવર્કના નિયમનો ભંગ કરતી સંસ્થા છે તેની માન્યતા પણ રદ્દ થવાની શકયતાઓ છે.
સીબીએસઈ સ્કૂલના પ્રિન્સીપલને પુછતા તેમણે જણાવ્યું હતું કે, જો સીબીએસઈમાં ભણતા વિદ્યાર્થીઓના સ્કૂલ બેગનું વજન ઘટાડવું પડશે તો વર્ગખંડના પીરીયડની પણ સંખ્યા એડજસ્ટ કરવી પડશે અને સેમેસ્ટર મુજબ પાઠય પુસ્તકોની વહેંચણી કરવામાં આવશે. જો પરિપત્રની અમલવારી કરવામાં આવે તો બોર્ડે ટીચરોના એક જ વિષયના બે પીરીયડ લેવાની સ્થિતિ સર્જાઈ શકે છે જો આવી રીતે કરવામાં આવે તો શાળાઓએ કેટલાક ફેરફારો સંચાલનથી લઈ ટાઈમ ટેબલ અને પીરીયડ માટે પણ કરવા પડશે.