છાત્રોને થયેલા અન્યાય મુદ્દે વાલીઓની સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી
મેડિકલ પ્રવેશ માટેની નીટમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિર્દ્યાથીઓને અલગ અલગ પ્રશ્નપત્ર આપવાના મુદ્દે ભારે વિવાદ ઊભો થયો છે. ગુજરાત બોર્ડના વાલીઓ છેલ્લા કેટલાક સમયી વિર્દ્યાથીઓના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે. આગામી દિવસોમાં સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી તા.૨૨મીને ગુરુવારે રાજયની તમામ શાળાઓ બંધનું એલાન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જો કે, આ બંધમાં બળજબરી નહીં પરંતુ શાળાઓમાં અભ્યાસ કરતાં વાલીઓ અને સંચાલકોને સમજાવીને સ્વયંભૂ શાળા બંધ રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે.
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે સમગ્ર દેશમાં નીટ લેવામાં આવી હતી. વન એકઝામ વન મેરિટના આધારે લેવામાં આવેલી આ પરીક્ષામાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિર્દ્યાથીઓને અલગ અલગ પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા. સામાન્ય રીતે નેશનલ લેવલની પરીક્ષા હોય ત્યારે તમામ માધ્યમોને એક જ સરખા પ્રશ્નપત્ર આપવામાં આવે છે પરંતુ ગુજરાતી માધ્યમના વિર્દ્યાથીઓને અલગ પ્રશ્નપત્ર અપાતા વિર્દ્યાથી-વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ મુદ્દે વાલીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયી જુદા જુદા સ્તરે રજૂઆતો કરવામાં આવી રહી છે. હજુસુધી કોઇ યોગ્ય ઉકેલ આવ્યો ની. તાજેતરમાં શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરવા છતાં ગુજરાતી માધ્યમના વિર્દ્યાથીઓને કોઇ અન્યાય નહી થાય તેવી સ્પષ્ટ બાંયધરી મળી ની. જેના કારણે હવે વાલીઓએ પોતાની લડતને રાજયવ્યાપી કરવાનો નિર્ણય કર્યો છે. નીટમાં ગુજરાતી માધ્યમના વિર્દ્યાીઓને યેલા અન્યાયના મુદ્દે છેલ્લા કેટલાય સમયી લડત ચલાવતાં વાલી મનીશ પટેલ કહે છે આવતીકાલી જુદા જુદા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વાલીઓ દ્વારા દરેક શાળાઓમાં જઇને ગુજરાતી માધ્યમના વિર્દ્યાીઓને યેલા અન્યાયની રજૂઆત કરવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડની આ પ્રકારની નીતિના કારણે ભવિષ્યમાં ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ ઇ જાય તેવી દહેશત ઊભી થાય તેમ છે તેની પણ જાણકારી આપવામાં આવશે. દરેક વિર્દ્યાથી-વાલીઓ અને શાળા સંચાલકો અને પ્રિન્સિપાલને સમજાવીને આગામી તા.૨૨મીને ગુરુવારે ગુજરાતના વિર્દ્યાીઓના સર્મનમાં રાજયની તમામ શાળાઓ બંધ રાખવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવશે. નોંધનીય છે કે વાલીઓ દ્વારા ગુજરાતી માધ્યમના વિર્દ્યાીઓને યેલા અન્યાયના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.