સદ્દનસીબે જાનહાનિ ટળી: ૪૦ થી વધુ વિદ્યાર્થીઓનો થયો આબાદ બચાવ
હળવદના વેગડવાવ રોડ પર વિદ્યાર્થીઓ ભરેલી સ્કુલ બસ રોડ પરથી નીચે ઉતરી જતા સ્કૂલ બસ મા સવાર વિદ્યાર્થીઓમાં ચિચિયારીઓ મચી ગઈ હતી જોકે સદ્નસીબે મોટી જાનહાની ટળી છે
હળવદમાં ખાનગી સ્કૂલ સંચાલકોનો રાફડો ફાટ્યો છે ત્યારે નાનામાં મોટું રડી લેવાની લાલચે સ્કુલ બસ માં ઠાંસીઠાંસીને વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોય છે જેના કારણે વિદ્યાર્થીઓની જિંદગી જોખમાઈ છે તેમ છતાં પણ સ્કૂલ સંચાલકો ને જાણે કંઈ ખબર જ ન હોય તેવા ડોળ કરવામાં આવતા હોય છે ત્યારે આજે હળવદના વેગડવાય રોડ પર મોટો અકસ્માત થતા બચી ગયો છે
તાલુકાના વેગડવાવ રોડ પર આજે બપોરના સિંગલ પટ્ટી પર પણ પુરપાટ ઝડપે જતી સ્કૂલ બસ રોડ પરથી અડધી નીચે ઉતરી જતા સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓમાં દેકારો મચી ગયો હતો સ્કૂલ બસમાં રહેલ વિદ્યાર્થીઓને બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે અહીં સવાલ એ છે કે હળવદમાં ચાલતી આવીશ સ્કૂલ બસ ઉપર તવાઈ બોલાવવામાં આરટીઓ તંત્ર કોની લાજ કાઢીને બેઠું છે.જોકે સ્કૂલવાનમાં ઠાંસી ઠાંસીને ઘેટાં બકરાની જેમ બાળકોને બેસાડીને નીતિ નિયમોનું સરેઆમ ઉલાળીયો કરવામાં આવે છે.ત્યારે કોઈ અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ ? જોકે કયારેક કોઈ મોટી ઘટના બન્યા બાદ તંત્ર થોડા સમય સુધી કામગીરી કર્યા પછી હોતા હૈ અને ચાલતા હૈની મુજબ નીતિ નિયમોના ઉલધધન અંગે આંખ આડા કાન કરવામાં આવે છે.
સ્કૂલ બસમાં સાંદિપની સ્કુલ અને સદભાવના સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા
વેગડવાવ રોડ પર સ્કૂલબસ નમી જવાને કારણે મોટી જાની હાની ટળી હતી ત્યારે સ્કૂલ બસમાં સવાર વિદ્યાર્થીઓ શહેરમાં આવેલ સાંદિપની સ્કૂલ અને સદભાવના સ્કૂલ હોવાનું ખુલવા પામ્યું છે ત્યારે તંત્ર આવી શાળા સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરી દાખલો બેસાડે તે જરૂરી બન્યું છે
બંને શાળાના સંચાલકો પાસે માહિતી મંગાવી છે : તાલુકા શિક્ષણ અધિકારી
આજે બપોરના હળવદના રોડ પર ઘેટા બકરાની જેમ વિદ્યાર્થી ભરેલી ખાનગી સ્કૂલ બસ નમી ગઈ હતી જેના કારણે તાલુકા શિક્ષણ અધિકારી શ્રી વોરા દ્વારા બંને સ્કૂલ પાસેથી જવાબ માંગ્યો છે જે આધારે આગળની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે