મુસાફરોની ભીડને પહોંચી વળતા વેસ્ટર્ન રેલ્વે દ્વારા લેવાયો નિર્ણય
પશ્ર્ચિમ રેલ્વે દ્વારા ટ્રેનોમાં યાત્રાળુઓની થતી ભીડને પહોંચી વળવા તથા તેમની સુવિધા જાળવવા ઓખા-હાવડા, પોરબંદર-હાવડા, અને ઓખા ગોરખપુર વચ્ચે ચાલી રહેલી ફેસ્ટીવલ સ્પેશિયલ સુપર ફાસ્ટ ટ્રેનો ૩ જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન સંખ્યા વગર ૦૨૯૦૫ ઓખા-હાવડા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ૬ ડિસેમ્બરથી ૨૭ ડિસેમ્બર દરમિયાન દર રવિવારે ઓખાથી સવારે ૮:૪૦ રવાના થશે. રાજકોટ એ જ દિવસે બપોરે ૧ વાગ્યે અને હાવડા ત્રીજા દિવસે વહેલી સવારે ૩:૧૫ વાગ્ય. પહોંચશે, પરત ફરતી વખતે ટ્રેન સંખ્યા ૦૨૯૦૬ હાવડા-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ ડિસેમ્બરથી ૨૯ ડિસેમ્બર વચ્ચે દર મંગળવારે રાત્રે ૯:૧૫ વાગ્યે રવાના થઇને રાજકોટ ત્રીજા દિવસે સવારે ૧૦:૪૧ વાગ્યે અને ઓખા સાંજે ૪:૩૦ વાગ્યે પહોંચશે. આ ટ્રેન બન્ને તરફથી દ્વારકા, ખંભાળીયા, જામગનર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવળ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, રાજ-નંદગાંવ, દુર્ગ, રાયપૂર, ભાટાપારા, બિલાસપુર, ચમ્પા, રાયગઢ, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખડગપુર સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન સંખ્યા ૦૯૨૦૫ પોરબંદર-હાવડા સુપરફાસ્ટ ટ્રીસાપ્તાહિક સ્પેશિયલ ૨ ડીસેમ્બરથી લઇને ૩૧ ડીસેમ્બર વચ્ચે દર બુધવારે તથા ગુરુવારે પોરબંદરથી સવારે ૮:૫૦ રવાના થશે, રાજકોટ એ જ દિવસે બપોરે ૧ વાગ્યે અને હાવડા ત્રીજા દિવસે સવારે ૩.૧૫ વાગ્યે પહોંચશે.
આ જ પ્રમાણે વળતા ગોરખપુર-ઓખા વિશેષ ટ્રેન ૩ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી ગોરખપુરથી દર ગુરુવારે સવારે ૪.૪૫ વાગ્યે રવાના થઇને રાજકોટ શુક્રવારે રાત્રે ૧૦:૩૫ વાગ્યે અને ઓખા શનિવારે વહેલી સવારે ૩.૫૫ વાગ્યે પહોંચશે. આ ટ્રેન યાત્રા દરમિયાન બન્ને દિશાઓમાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વીરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજજૈન, મકસી, શાહજહાંપુરી, બિયાવરા, રાજગઢ, રુઢિવાઇ, ગુના, અશોકનગર, મુગાવલી, બીના, ઝાંસી, ગ્વાલિયર, મુરૈના, ધોલપુર, આગરા કૈટ, રાજાની મંડી, ટુંડલાજંકશન, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, એશબાગ, બાદશાહનગર, બારાબંકી ગોંડા તથા બસ્તી સ્ટેશનો પર ઉભી રહેશે.
પરત ફરતી વખતે હાવડા-પોરબંદર સુપરફાસ્ટ સ્પેશિયલ ૪ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી દરમિયાન દર શુક્રવાર અને શનિવારે હાવડાથી રાત્રે ૯.૧૫ વાગ્યે રવાના થઇને રાજકોટ ત્રીજા દિવસે સવારે ૧૦.૧૪ વાગ્યે અને પોરબંદર બપોરે ૩.૪૦ વાગ્યે પહોંચશે. આ ટ્રેન વળતી વખતે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવળ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, રાજનંદગામ, દુર્ગ, રાયપૂર, ભાટાપારા, બિલાસપુર, ચમ્પા, રાયગઢ, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટાનગર અને ખણપુર સ્ટેશનો પર રોકાશે
ટ્રેન સં. ૦૫૦૪૬ ઓખા-ગોરખપુર વિશેષ ટ્રેન ૬ ડિસેમ્બરથી ૩ જાન્યુઆરી સુધી દર રવિવારે ઓખાથી રાત્રે ૯ વાગ્યે રવાના થઇને મધરાત્રે ૨ વાગ્યે રાજકોટ પહોંચશે અને ગોરખપુર મંગળવારે સાંજે ૭.૨૫ વાગ્યે પહોંચશે. ઉપરોકત દરેક ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનોમાં સેક્ધડ એસી, થર્ડ એસી, સ્લીપર અને દ્વિતીય શ્રેણીની સિટીંગ કોચ રહેશે, આ ટ્રેનોમાં સંપૂર્ણ રીઝર્વેશન કરાયેલુ રહેશે.
ઓખા-હાવડા અને પોરબંદર-હાવડા ટ્રેનોનું બુકિંગ ૨૯ નવેમ્બરથી ઓખા- ગોરખપુરનું બુકિંગ ૩૦ નવેમ્બરથી બુકીંગ કરી શકાશે અને આ બુકીંગ પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસી વેબસાઇટ પરથી બુક થઇ શકશે.