24મી ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ: કુલ 45 મેચ રમાશે: 12ના ગ્રુપમાં મુકાબલો યોજાશે: 14મી નવેમ્બરે ફાઇનલ

આઇસીસી દ્વારા આગામી વર્લ્ડ કપ ટી-20નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પાંચ વર્ષ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ રમાવા જઈ રહ્યો છે. 17મી ઓક્ટોબરથી શરૂ થતાં ટી-20 વર્લ્ડ કંપની ફાઇનલ મેચ 14મી નવેમ્બરના યોજાશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડકપના કાર્યક્ર્મની જાહેરાત કરી છે. 2007ની ટી-20 ચેમ્પિયન ભારતીય ટીમ વર્લ્ડ કપમાં અભિયાનની શરૂઆત જ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 24મી ઓક્ટોબરથી કરશે. બીજી બાજુ, ટુર્નામેન્ટની પ્રથમ મેચ 17 ઓક્ટોબરે ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાશે. ફાઇનલ મેચ 14મી નવેમ્બરે રમાશે.

જેના માટે આઈસીસીએ થોડા સમય પહેલા ટી-20 વર્લ્ડ કપ માટે ગ્રુપની જાહેરાત કરી હતી. ઓમાનમાં રમાનારા રાઉન્ડમાં 8 ટીમો સુપર-12 માં સ્થાન મેળવવા માટે રમશે. આ ટીમોમાં 2014ની ટી-20 વિજેતા શ્રીલંકા ઉપરાંત આયર્લેન્ડ અને બાંગ્લાદેશ જેવી મોટી ટીમોના નામ પણ સામેલ છે.

વર્લ્ડ કપનું આયોજન 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યોજાશે. ક્વોલિફાઇંગ રાઉન્ડ સહિત કુલ 45 મેચ રમાશે. તેમાંથી ક્વોલિફાયર રાઉન્ડમાં 12 મેચ અને સુપર-12 રાઉન્ડમાં 30 મેચ રમાશે. આ સિવાય સેમીફાઇનલ અને ફાઇનલ મેચ પણ થશે. ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 4 વખત આમને-સામને રમી ચૂકી છે જેમાં અત્યાર સુધી ભારતનુ પલડુ ભારે રહ્યું છે ત્યારે ર4મી ઓક્ટોબરના ફરી એકવાર બંને વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો જોવા મળશે.

 

ક્રમ

તારીખ

મુકાબલો

સમય

1 17-Oct ઓમાન-પાપુઆ ન્યુ ગીની 15:30
2 17-Oct બાંગ્લાદેશ-સ્કોટલેન્ડ 19:30
3 18-Oct આયરલેન્ડ-નેધરલેન્ડ 15:30
4 18-Oct શ્રીલંકા-નામિબીયા 19:30
5 19-Oct સ્કોટલેન્ડ-પાપુઆ ન્યુ ગીની 15:30
6 19-Oct ઓમાન-બાંગ્લાદેશ 19:30
7 20-Oct નામિબીયા-નેધરલેન્ડ 15:30
8 20-Oct શ્રીલંકા-આયરલેન્ડ 19:30
9 21-Oct બાંગ્લાદેશ-પાપુઆ ન્યુ ગીની 15:30
10 21-Oct ઓમાન-સ્કોટલેન્ડ 19:30
11 22-Oct નામિબીયા-આયરલેન્ડ 15:30
12 22-Oct શ્રીલંકા-નેધરલેન્ડ 19:30
13 23-Oct ઓસ્ટ્રેલીયા-સાઉથ આફ્રિકા 15:30
14 23-Oct ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ 19:30
15 24-Oct એ-1-બી-1 15:30
16 24-Oct ભારત-પાકિસ્તાન 19:30
17 25-Oct અફઘાનિસ્તાન-ક્વોલીફાયર 19:30
18 26-Oct સાઉથ આફ્રિકા-વેસ્ટ ઈન્ડિઝ 15:30
19 26-Oct પાકિસ્તાન-ન્યુઝિલેન્ડ 19:30
20 27-Oct ઈંગ્લેન્ડ-ક્વોલીફાયર 15:30
21 27-Oct ક્વોલીફાયર-ક્વોલીફાયર 19:30
22 28-Oct ઓસ્ટ્રેલીયા-ક્વોલીફાયર 19:30
23 29-Oct વેસ્ટ ઈન્ડિઝ-ક્વોલીફાયર 15:30
24 29-Oct અફઘાનિસ્તાન-પાકિસ્તાન 19:30
25 30-Oct સાઉથ આફ્રિકા-ક્વોલીફાયર 15:30
26 30-Oct ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલીયા 19:30
27 31-Oct અફઘાનિસ્તાન-ક્વોલીફાયર 15:30
28 31-Oct ભારત-ન્યુઝિલેન્ડ 19:30
29 01-Nov ઈંગ્લેન્ડ-ક્વોલીફાયર 19:30
30 02-Nov સાઉથ આફ્રિકા-ક્વોલીફાયર 15:30
31 02-Nov પાકિસ્તાન-ક્વોલીફાયર 19:30
32 03-Nov ન્યુઝિલેન્ડ-ક્વોલીફાયર 15:30
33 03-Nov ભારત-અફઘાનિસ્તાન 19:30
34 04-Nov ઓસ્ટ્રેલીયા-ક્વોલીફાયર 15:30
35 04-Nov વેસ્ટ ઈન્ડિઝ-ક્વોલીફાયર 19:30
36 05-Nov ન્યુઝીલેન્ડ-ક્વોલીફાયર 15:30
37 05-Nov ભારત-ક્વોલીફાયર 19:30
38 06-Nov ઓસ્ટ્રેલીયા-વેસ્ટ ઈન્ડિઝ 15:30
39 06-Nov ઈંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા 19:30
40 07-Nov ન્યુઝીલેન્ડ-અફઘાનિસ્તાન 15:30
41 07-Nov પાકિસ્તાન-ક્વોલીફાયર 19:30
42 08-Nov ભારત-ક્વોલીફાયર 19:30
43 10-Nov સેમિ ફાઈનલ 19:30
44 11-Nov સેમિ ફાઈનલ 19:30
45 14-Nov ફાઈનલ 19:30

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.