ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં લાસ્ટ સીન, ટાઇપ, હેશટેગ ફોલો જેવા અનેક અપડેટ્સ લોન્ચ કર્યા છે. સાવામાં કંપનીએ બિઝનેસ પ્રોફાઇલ માટે ઉપયોગી સાબિત થાય તેવું ફિચર લોન્ચ કર્યું છે. બિઝનેસ પ્રોફાઇલ ધરાવતાં યુઝર્સ પોતાની પોત્સને હવે ઇન્સ્ટાગ્રામ પર શિડ્યુલ કરી શકશે, જો કે સામાન્ય યુઝર્સ માટેઆ ફિચર ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગે કંપની તરફથી કોઇ માહિતી આપવામાં આવી નથી.
ઇન્સ્ટાગ્રામે આ ફિચરની જાણકારી પોતાના બ્લોગ દ્વારા આપી છે. જો કે હજુ પણ તમે કોઇ થર્ડ પાર્ટી સોશિયલ મીડિયા મેનેજર સાઇટ દ્વારા જ પોસ્ટ શિડ્યુલ કરી શકશો.
આ ઉપરાંત તમે ફેસબુક માર્કેટિંગ પાર્ટનર્સ દ્વારા પણ પોસ્ટ શિડ્યુલ કરી શકશો. સાથે જ કંપનીએ જણાવ્યું છે કે વર્ષ 2019ની શરૂઆતમાં આ ફિચરને જનરલ પ્રોફાઇલ માટે પણ લોન્ચ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઇનસ્ટાગ્રામે નવા ફિચરને Type Mode નામે લોન્ચ કર્યું હતું. આ ફિચર દ્વારા ઇન્સ્ટાગ્રામ યુઝર્સ પણ વોટ્સએપ યુઝર્સની જેમ સ્ટોરીઝમાં ટેક્સ્ટ ટાઇપ કરી શકશે.