રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબએ શહેર વિસ્તારમાં મિલકત તેમજ ચોરી સંબંધી ગુનાઓ નાબુદ કરવા અંગે સુચના આપેલ છે. રાજકોટ શહેરમાં વાહન ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હતી. જેમાં મુખ્યતેવ શાહબાઝ સુમરા અને અંકુર સુથાર સાથે મળીને વીમા કંપનીઓમાં નોટલોસ થયેલા વાહનોને ઓનલાઇન ઓક્શનથી ખરીદી કરતા હતા.

આ બંને ઈસમો આવી જ ખરીદ કરેલી ગાડીઓ આંતર રાજ્યની ચોરી કરતી ગેંગને પોતે ગાડીનો પ્રકાર, કલર અને મોડેલ જણાવી ચોરવાનું કહેતા. આ ચોરેલ ગાડીઓ પોતે મેળવ્યા બાદ ઓક્શનમાંથી ખરીદેલ ગાડીના એન્જીન નંબર તથા ચેસીસ નંબર અને RTOના રજીસ્ટ્રેશન નંબર ચોરેલ ગાડીમાં લગાવી બારોબાર વેચવાનું કૌભાંડ આચરતા હતા.

Rajkot City Policeઆ બંને ઇસમો પાસે મારુતિ સ્વીફ્ટ ડીઝાયર સફેદ કલરની કાર હતી. બંને ઈસમો નાનામવા સર્કલ આવાસ યોજનાના દરવાજા પાસે આ કારમાં બેઠા હતા. રાજકોટ સિટી પોલીસને આ બાબતની બાતમી મળતા તે તુરંત ઘટના સ્થળ પર પોહચી ગઈ હતી. અને બંને ઈસમોને કારમાંથી પકડી પોલીસ સ્ટેશનએ લઈ ગયા હતા.

જ્યાં બંનેની પુછપરછ કરતા બંનેની ઓળખાણની ભાળ મળી. પોલીસે બંને ઈસમોની વધુ તાપસ કરતા સઘળી હકીકત જણાવી હતી. પોલીસને આ મામલો ખુબ મોટો લગતા તેને તાત્કાલિક એક ટીમ બનાવી. આ મામલા વિશે વધુ તાપસ કરવા બનાવામાં આવેલી ટીમે આંતર રાજ્ય કાર ચોરી સાથે સંકળાયલ ગેંગને પકડી પાડી હતી. આ સમગ્ર ઘટનામાં કુલ 8 ગાડીઓ સાથે 30,50,000 નો મુદામાલ જપ્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.