સૂસાઇડ ગેમ તરીકે જાણીતી બનેલી બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધ મૂકવાની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દૂરદર્શન અને ખાનગી ચેનલોએ તેમના પ્રાઇમ ટાઇમ પ્રોગ્રામમાં આ અંગે જાગ્રુતિ આવે તે માટે ચળવળ ચલાવવી જોઈએ. કોર્ટે નોંધ્યું કે બ્લૂ વ્હેલ ગેમ રાષ્ટ્રીય સમસ્યા છે. સુપ્રીમે એમ પણ કહ્યું કે, આ મુદ્દે એક કમિટી બનાવવામાં આવી છે અને તે 3 સપ્તાહની અંદર રિપોર્ટ સોંપશે.
તામિલનાડુના રહેવાસી 73 વર્ષીય વ્યક્તિએ બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધ લગાવવાની માંગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમના બાળકોના મોતની ઘટના આ ગેમ સાથે સંકળાયેલી છે. તેમણે અરજીમાં અન્ય વાતો ઉપરાંત લોકોમાં આ ખતરાને લઈ અવેરનેસ ઉભી કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 5 સપ્ટેમ્બર સુધી આશરે 200 વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું અરજીમાં કહ્યું છે. જેમાંથી મોટાભાગના બાળકો 13 થી 15 વર્ષના હતા.