સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ એક્સટર્નલ બેન્ચમાર્ક બેસ રેટ(EBR)માં 25 બેસ પોઈન્ટ્સ(bps)નો ઘટાડો કર્યો છે. આ ઘટાડાના કારણે તે 8.05 ટકામાંથી 7.80 ટકા થયો છે.
નવા દરોનો અમલ 1 જાન્યુઆરી 2020થી થશે.
આ ઘટાડાના પગલે જે લોકોની હોમ લોન હાલ ચાલુ છે અને એક્સટર્નલ બેન્ચમાર્ક બેસ રેટ સાથે લીન્ક છે તેમને વ્યાજદરમાં ઘટાડાનો ફાયદો મળશે.
MSME(માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસે) બોરોઅરની લોન હાલ ચાલુ છે તેમને પણ ફાયદો થશે
નવું ઘર ખરીદનારને હવે અગાઉના 8.15 ટકાની જગ્યાએ પ્રારંભિક 7.90 ટકાના વાર્ષિક વ્યાજ દરે લોન મળશે. બેન્કોએ ત્રણ મહિને એક વખત તેના એક્સટર્નલ બેન્ચમાર્ક બેસ રેટને ફરીથી સેટ કરવાનો હોય છે.
આ મહિનાની શરૂઆતમાં SBIએ તેના એક વર્ષના MCLR(માર્જિનલ કોસ્ટ ઓફ ફન્ડ-બેસ લેન્ડિંગ રેટ)માં 10 bpsના ઘટાડાની જાહેરાત કરી હતી. આ દર 10 ડિસેમ્બર 2019થી અમલમાં છે. આ ઘટાડા બાદ SBIનો વાર્ષિક MCLR 7.90 ટકા થયો હતો. જે અગાઉ 8 ટકા હતો. SBIએ આ વર્ષમાં સતત આઠમી વખત MCLRમાં ઘટાડો કર્યો છે.