બસ સ્ટેન્ડ મંજૂરી વગર તોડી પાડી દુકાનો બનાવી નાખ્યાની રાવ
સમગ્ર પ્રકરણની જો શરૂઆતથી વાત કરવામાં આવે તો પાનેલી ગામના પાટીયા હાઇવે પર ૨૦ વર્ષોથી બસ સ્ટેન્ડ હતું અને સારી સ્થિતિમાં હતું પરંતુ સરપંચ અને મળતીયા દ્વારા આ બસ સ્ટેન્ડ કોઈ પણ પૂર્વમંજૂરી કે રોજકામ કર્યા વિના પાડી દેવાયું એટલુંજ નહીં બસ સ્ટેન્ડ તોડી અહીં ખાનગી દુકાનો ચણી દેવાઈ જે મામલે પાનેલી ગામના જાગૃત નાગરિકો દેવરખી પોપાણીયા અને અન્ય વ્યક્તિઓ દ્વારા આ મામલે તા ૨૮-૮-૨૦૨૦ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને આ મામલે લેખિત રજુઆત કરવામાં આવેલ હતી ત્યારે બાદ તા-૨-૯-૨૦૨૦ ના રોજ સર્કલ ઓફિસર, તલાટી,તાલુકા વિકાસ અધિકારી દ્વારા પંચરોજ કામ અને નિવેદન લેવામાં આવ્યા હતા જેમાં નિવેદનો લેવાયા બાદ પાપ છાપરે ચડી ને પોકાર્યુ હોઈ તેમ ભયભીત બનેલા સરપંચ દ્વારા કાગળ પર ૨૯-૮-૨૦૨૦ ના દ્વારા તા-૩-૯-૨૦૨૦ ખાસ સભાનું આયોજન કરવાની જાણ સભ્યોને ટપાલ દ્વારા કરવામાં આવી આ ટપાલ સભ્યો ને ૩ તારીખે હજાર રહેવાની મળી જે અનુસંધાને સભ્યો ગ્રામ પંચાયતે ૩ તારીખે હાજર રહેલા તે સમયે ખાસ સભામાં ઉપસ્થિત રહેલા સભ્યોએ લેખિત વિરોધ નોંધાવી જણાવ્યું કે આ કામ અગાઉથી તોડી પાડવામાં આવેલ હોઈ પબ્લિક પ્રોપર્ટી એક્ટ ૧૯૮૪ મુજબ ગુન્હો નોંધી અને પંચાયત અધિનિયમ મુજબ સરકારી કાયદા ના ભંગ બદલ ગુન્હો દાખલ કરી પંચાયતનું વિસર્જન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જે ખાસ સભાનો સમય ૧૧ વાગ્યાનો હતો તેમાં ૧૧:૨૮ સુધી કોઈ ઠરાવ કે સભાનું આયોજન કરવામાં નહોતું આવ્યાનો આક્ષેપ મહિલા સભ્ય મલુબેન દેવરખી પોપણીયા દ્વારા કરવામાં આવ્યો હતો કાયદાકીય મુજબ આ ખાસ સભા પણ રદ થવાને પાત્ર હોઈ આ મામલે હજુ સુધી કોઈ કડક પગલાં ન લેવાતા અધિકારીઓ જાણે આ મામલે આંખ આડા કાન કરતા હોય તેવો ઘાટ ઘડાયો છે ગેર બંધારણીય રીતે સરકારી મિલકત પાડી પોતાની ખાનગી દુકાનો ઉભી કરનાર સરપંચ વિરુદ્ધ તાત્કાલીક અસરથી પગલાં ભરવા માંગ ઉઠી છે હજુ સુધી આ દુકાનો ઉભી થઈ ચૂકી છે ત્યારે અધિકારીઓ દ્વારા આ દુકાનો પાડવામાં કેમ નથી આવી ગેરકાયદેસર આ દબાણ ક્યારે દૂર થશે અને સરકારી મિલકતને નુકસાન પહોંચડાનાર વિરુદ્ધ ક્યારે પગલાં લેવાશે જે મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેનું વહેલી તકે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે