નિવેદનમાં ફાયરીંગ થયું હોય તેવું લાગ્યું હતુ: ગાડી ઓવરટેક કરવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો
હાદશો કા શહેર મનાતા ગોંડલમાં શનિવારના બપોરે 12 વાગ્યે નેશનલ હાઇવે પર ભોજપરા ગામના સરપંચ પર ફાયરિંગ થયાની ઘટનાને લઇ સ્થાનિક પોલીસ અને એલસીબી એ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા બાદમાં સરપંચે નિવેદનમાં પોતાના પર ફાયરિંગ થયું છે કે નહીં તે ખબર નથી પણ ફાયરિંગ નો અવાજ આવ્યા નું જણાવી પોલીસ ફરિયાદ કરવાની ટાળી હતી.
ગોંડલ તાલુકા પીએસઆઇ ડીપી ઝાલાએ જણાવ્યું હતું કે શનિવાર બપોરે 12 વાગ્યે ભોજપરા ગામના સરપંચ વિપુલભાઈ પરમાર પોતાના પર ફાયરિંગ થયું હોવાની જાણ કરતા પોલીસ કાફલો એ દોડી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને જીણવટ ભરી તપાસ હાથ ધરી હતી જેમાં ફાયરિંગ અંગેનું કશું જોવા મળ્યું ન હતું બાદમાં સરપંચ વિપુલભાઈ પરમારે પોતાને ઓવરટેક કરવા બાબતે સ્કોર્પિયો ગાડી ચાલક સાથે ઝઘડો થયો હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે ફાયરિંગ જેવો અવાજ આવ્યો હતો હકીકતમાં ફાયરિંગ થયું છે કે નહીં તે તેને ખ્યાલ નથી માટે તે બાબતે તેને કોઈ ફરિયાદ કરવી નથી તેવું જણાવી મહાભારતના યુધિષ્ઠિરની નારોવા કુંજરોવા કહેવત મુજબ સમગ્ર મામલો થાળે પાડી લીધો હતો.