આજે સરદાર સરોવર નર્મદા ડેમનો 58મો સ્થાપના દિવસ છે. 5 એપ્રિલ 1961ના રોજ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાંથી ગુજરાત માટે એક સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
સરદાર સરોવરની સપાટીમાં 36 કલાકમાં 15 સે.મી.નો વધારો નોંધાયો હતો. ઈન્દિરાસાગર ડેમનાં જળવિદ્યુત મથકો શરૂ થતાં જ સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો થવા પામ્યો છે.બે દિવસ પહેલા પાણીની સપાટી 119.23 મીટર હતી આજે 15 મિટરનાં વધારા સાથે 119.38 મિટરે પહોંચી છે.હાલ ડેમમાં 1100 mcm કરતા વધુ જથ્થો હાલ સંગ્રહીત થયેલો છે.
ગત વર્ષે પાણીની સપાટી આ સમયે 108 મીટરે પહોંચી હતી ત્યારે આજે પાણીની સપાટી 119.38 મિટર હોય ગત વર્ષ કરતા સ્થિતિ ઘણી સારી છે.એટલે આ વર્ષે પાણીની સહેજે તકલીફ નહીં પડે.કેનાલમાં 5000 ક્યુસેક્સ પાણી છોડાઈ રહ્યું છે.